BANASKANTHA : થરા નગરપાલિકાની ચૂંટણી પહેલા પૂર્વ પ્રમુખ સહીત કોંગ્રેસના 50 કાર્યકરો ભાજપમાં જોડાયા
કૉંગ્રેસના નેતા અને પૂર્વ નગરપાલિકાના પ્રમુખ ધીરૂ શાહ ભાજપમાં જોડાયા છે અને સાથે 50 જેટલા કૉંગ્રેસ કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે.

BANASKANTHA :બનાસકાંઠાના થરા નગરપાલિકાની ચૂંટણી પહેલા જ રાજકીય ભૂકંપ સર્જાયો છે. ભાજપના કાર્યક્રમમાં કૉંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે. કૉંગ્રેસના નેતા અને પૂર્વ નગરપાલિકાના પ્રમુખ ધીરૂ શાહ ભાજપમાં જોડાયા છે અને સાથે 50 જેટલા કૉંગ્રેસ કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે.નગરપાલિકાની ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી તારીખ 30-10-2021 ના રોજ યોજાશે જેની સાથે ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણી પણ યોજવાની રાજ્ય ચૂંટણી પંચે જાહેરાત કરી છે.ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, ગાંધીનગર મહાનગરપાલિકા અને ઓખા તથા થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકાની મધ્યસત્રની ચૂંટણી તથા રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકાઓમાં ખાલી પડેલી બેઠકો માટેની યોજવામાં આવશે.
બનાસકાંઠામાં થરા નગરપાલિકા ચૂંટણી સંદર્ભે તંત્ર સજ્જ થયું છે. આગામી તારીખ 30-10-2021 ના રોજ યોજનાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ગઈકાલે 14 સપ્ટેમ્બરના રોજ કાંકરેજ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સરકારી તંત્રના ચૂંટણીમાં કામગીરી કરતા કર્મચારીઓની સજ્જતા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મીટીંગમાં ડીસા પ્રાંત અધિકારી બાબી સાહેબની અધ્યક્ષતામાં બાબુભાઈ જોષી તથા મામલતદાર કચેરીના સ્ટાફને સોપાયેલ કામગીરીના મુદ્દાની છણાવટથી માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે કાંકરેજ મામલતદાર,સબ રજીસ્ટાર,ટ્રેઝરી સ્ટાપ, મામલતદાર સ્ટાપ,શિક્ષકો, અને રેવન્યુ તલાટી હાજર રહ્યાં હતા. આ પ્રસંગે કાંકરેજ મામલતદાર દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : RAJKOT : ઉપલેટામાં ભારે વરસાદથી ખેતીને મોટું નુકસાન, તાત્કાલિક સર્વે કરવા ખેડૂતોની માંગ