જુગાડથી ગધેડાને સાયકલ પર બેસાડી તો દીધો પછી થઈ જોવા જેવી, Viral Video જોઈ હસીને થઈ જશો લોટપોટ
એક ફની વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં એક વ્યક્તિ જુગાડ કરીને સાઈકલ પર ગધેડાને લઈને જઈ રહ્યો હતો. પરંતુ, વ્યક્તિની હાલત એવી હતી કે જોઈને લોકો હસી પડ્યા. લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.
દુનિયામાં આવા ઘણા લોકો છે, જે ઘણીવાર અજીબોગરીબ કામ કરે છે. ઘણા લોકો આમ કરીને ફેમસ પણ થઈ જાય છે અને દુનિયાભરમાં તેમની ચર્ચા થવા લાગે છે. ત્યારે કેટલાક લોકો મજાકનું પાત્ર પણ બની જાય છે અને તેમનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. જેના પર યુઝર્સ પ્રતિક્રિયા આપતા પણ જોવા મળે છે. આવો જ એક ફની વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં એક વ્યક્તિ જુગાડ કરીને સાઈકલ પર ગધેડાને લઈને જઈ રહ્યો હતો. પરંતુ, વ્યક્તિની હાલત એવી હતી કે જોઈને લોકો હસી પડ્યા.
આ પણ વાંચો: Viral Video : ઓટો રિક્ષાને અદ્ભુત આઈડિયા લગાવી લક્ઝરી કાર બનાવી, યુઝર્સ જોઈને સ્તબ્ધ થયા, જુઓ Video
કેટલાક લોકો ફેમસ થવા, લાઈક્સ અને વ્યુઝ વધારવા માટે આવા પગલાં ભરે છે, જેને જોઈને દુનિયા દંગ રહી જાય છે. આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિએ ધૂમ મચાવી દીધી છે. ટ્રેન્ડિંગ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માણસ પાછળ બેઠેલા ભારે ગધેડા સાથે સાઈકલ ચલાવતો હતો. ગધેડો આરામથી માણસને પકડીને ખુશ થઈને બેઠો છે. પરંતુ, વ્યક્તિની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. એટલું જ નહીં, વ્યક્તિ પણ જાણે છે કે સાયકલ ચલાવવી કેટલી મુશ્કેલ પડી રહી છે. ક્યારેક તેનું સંતુલન પણ બગડવા લાગે છે, પરંતુ કોઈક રીતે તે પોતાની જાતને સંભાળી લે છે. સ્થિતિ એવી છે કે વ્યક્તિની હાલત જોઈને લોકો હસવા લાગે છે. જુઓ આ ફની વીડિયો.
View this post on Instagram
ચોક્કસ તમે પણ વીડિયો જોઈને હસ્યા જ હશો. આ દ્રશ્યને કોઈએ કેમેરામાં કેદ કરી લીધો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ ફની વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ‘yas_omidiii’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. સાથે જ આ વીડિયોને હજારો લોકોએ લાઈક કર્યો છે. આટલું જ નહીં, લોકો ગપ્પાં મારતા વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. કેટલાક કહે છે કે આજકાલ લોકો કંઈ પણ કરી શકે છે. જ્યારે, કેટલાક કહે છે કે આ ભાઈ શા માટે આ કરે છે. એકે લખ્યું, ‘જો બંને પડી ગયા હોત તો શું થાત’?