Funny Viral Video : દારૂ પીધા પછી કૂતરો થયો ‘ટલ્લી’, પછી શું થયું તે જુઓ વીડિયોમાં
Instagram Viral Video : તમે નશામાં ધૂત લોકોને ટલ્લી થતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય કૂતરાને ટલ્લી થતા જોયા છે? જો ના જોયું હોય તો અત્યારે જ જોઈ લો.
Funny Viral Video : તમે ઘણીવાર લોકોને દારૂના નશામાં શેરીઓમાં કે ગટરોમાં પડતા જોયા હશે. પરંતુ જો કોઈ કૂતરો દારૂ પીધા પછી ટલ્લી થઈ જાય અને ભટકવાનું શરૂ કરે તો શું? હાલમાં સોશિયલ મીડિયા પર આવા જ એક વીડિયોએ નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે. જેમાં એક કૂતરો તકનો લાભ ઉઠાવીને દારૂનો સ્વાદ ચાખી લે છે. આ પછી, તેની સાથે શું થાય છે, તમે આ વીડિયોમાં જોઈ શકો છો જે વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઘરમાં પાર્ટી ચાલી રહી છે. કેટલાક લોકો વાઇનની મજા માણી રહ્યા છે. તેની સાથે તેનો પાલતુ કૂતરો પણ હાજર છે. પણ આ શું છે? આ કૂતરો તકનો લાભ ઉઠાવે છે અને વાઇનનો ગ્લાસ ચાટી લે છે. વીડિયોમાં આગલી ક્ષણમાં જે પણ થાય, તમે પહેલા તો તમારા હાસ્યને કાબૂમાં નહીં રાખી શકો. આ પછી, તમે પણ ગુસ્સે થઈ જશો, કારણ કે મૂંગા પ્રાણીની હાલત માટે તેનો માલિક જવાબદાર છે.
વીડિયોમાં જુઓ દારૂ પીધા પછી કૂતરાની હાલત
View this post on Instagram
ટલ્લી ડોગીનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર goldensfriend નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જો કે નશામાં ધૂત કૂતરાની હાલત જોઈને નેટીઝન્સ ગુસ્સે છે. દરેક વ્યક્તિ પ્રશ્ન કરી રહ્યા છે કે માલિકે કૂતરાને શા માટે દારૂ પીવા દીધો. વીડિયો જોયા બાદ લોકો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.
એક યુઝરે લખ્યું છે કે, મને આ વીડિયો કોઈપણ એન્ગલથી ફની નથી લાગતો. બીજી તરફ, અન્ય યુઝર કહે છે કે, તમે તમારી મજા માટે તે મૂંગા પ્રાણીનો ઉપયોગ કેમ કરી રહ્યા છો. જુઓ તેની હાલત શું થઈ ગઈ છે. આ વીડિયો જોયા બાદ કોમેન્ટ સેક્શનમાં મોટાભાગના યુઝર્સ ચોંકી ગયા છે. લોકો સતત પોત-પોતાની પ્રતિક્રિયાઓ નોંધીને વિરોધ કરી રહ્યા છે.