Amazon પરથી મગાવ્યો સામાન, બોક્સ ખોલ્યુ તો નિકળ્યો સાપ, જુઓ Video
Cobra Inside Amazon Package: બેંગલુરુના એક કપલનો દાવો છે કે એમેઝોન પરથી મંગાવેલા સામાનમાં એક જીવતો સાપ જોવા મળ્યો હતો. આ ઘટના બાદ ઈ-કોમર્સ કંપનીઓની પેકેજિંગ અને ડિલિવરી પ્રક્રિયા અને સુરક્ષા પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભા થયા છે. લોકો કહે છે કે ગ્રાહક સુરક્ષા સર્વોપરી હોવી જોઈએ, અને આવી ઘટનાઓ સાથે વ્યવહાર કરવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા જોઈએ.

બેંગલુરુના એક એન્જિનિયર દંપતીનો દાવો છે કે તેમના ઓનલાઈન ઓર્ડર કરેલા સામાનમાં એક જીવતો કોબ્રા મળી આવ્યો હતો. કપલના કહેવા પ્રમાણે, તેમણે એમેઝોન પરથી એક વસ્તુ મંગાવી હતી, પરંતુ પેકેટ ખોલતા જ તેઓ ચોંકી ગયા.
અહેવાલ મુજબ, બૉક્સની અંદરથી એક જીવતો કોબ્રા તેના બોક્સ ખોલવાની સાથે જ બહાર આવ્યો હતો. સદ્ભાગ્યે સાપ ટેપ પર ચોંટી ગયો, નહીંતર તે કરડી ગયો હોત. કપલે તરત જ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ ઘટનાએ ઈ-કોમર્સ કંપનીઓની પેકેજિંગ અને ડિલિવરી પ્રક્રિયાઓને લઈને ઈન્ટરનેટ પર નવી ચર્ચા જગાવી છે.
દંપતીનું કહેવું છે કે તેઓએ બે દિવસ પહેલા એમેઝોન પરથી Xbox કંટ્રોલર મંગાવ્યો હતો, પરંતુ પેકેટ ખોલવાની કોશિશ કરતા જ અંદર એક જીવતો સાપ જોઈને તેઓ ચોંકી ગયા. સરજાપુર રોડના રહેવાસી આ દંપતીએ જણાવ્યું કે તેઓએ આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી. તેમની પાસે એક સાક્ષી પણ છે.
મહિલાએ કહ્યું, સદનસીબે સાપ પેકેજિંગના ટેપમાં ફસાઈ ગયો, નહીંતર તે અમારા ઘર અથવા એપાર્ટમેન્ટના અન્ય લોકોને નુકસાન પહોંચાડી શક્યો હોત. આરોપ છે કે આટલી મોટી બેદરકારી છતાં એમેઝોન તેમની વાત પણ સાંભળતું ન હતું અને કસ્ટમર કેરે તેમને બે કલાક સુધી ફોન પર વ્યસ્ત રાખ્યા હતા. પછી પરિસ્થિતિનો જાતે સામનો કરવાનું કહ્યું. આ પછી દંપતીને અડધી રાત્રે આવી સ્થિતીનો સામનો કરવાની ફરજ પડી હતી.
અહીં જુઓ વીડિયો, જ્યારે એમેઝોનનું પેકેટ ખોલતાં જ એક કોબ્રા બહાર આવ્યો!
#सावधान_इंडिया #अमेजन #जिंदा_सांप कर्नाटक के बेंगलुरु में महिला ने ऑर्डर किया अमेजोन से और डिलीवरी बॉक्स से निकला जिंदा कोबरा सांप।
उपर वाले का शुक्र है की उस महिला और डेलिवरी बॉय को कुछ नहीं हुआ, बाल बाल बचा दोनों ।।@amazonIN @AltNews जरा खबर की पुष्टि कीजिए..@007AliSohrab pic.twitter.com/C2M0zJBw83
— Sohail Rahmani (@sohailrahmani66) June 18, 2024
દંપતીએ કહ્યું કે તેમને સંપૂર્ણ રિફંડ મળી ગયું છે, પરંતુ ઝેરી સાપના કારણે તેમના જીવ ગુમાવ્યાનું શું? આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે ઈ-કોમર્સ કંપનીઓએ તેમની પેકેજિંગ અને ડિલિવરી પ્રક્રિયાઓને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવી પડશે, કારણ કે ગ્રાહક સુરક્ષા સર્વોપરી છે.