Ladakh trip : પહેલીવાર ફરવા જઈ રહ્યાં છો લેહ-લદ્દાખ, તો ના કરતા આ ભૂલ
લેહ-લદ્દાખ(Leh-Ladakh trip) ભારતના જાણીતા પ્રવાસનસ્થળમાંથી એક છે.લેહ-લદ્દાખ ઉનાળામાં પ્રવાસીઓની સંખ્યા વધી જાય છે.જો તમે પહેલીવાર લેહ-લદ્દાખ ફરવા જાઓ છો તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે.

લેહ-લદ્દાખ(Leh-Ladakh trip) ભારતના જાણીતા પ્રવાસનસ્થળમાંથી એક છે.લેહ-લદ્દાખ ઉનાળામાં પ્રવાસીઓની સંખ્યા વધી જાય છે.જો તમે પહેલીવાર લેહ-લદ્દાખ ફરવા જાઓ છો તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે.જાણી લો લેહ-લદ્દાખથી જોડાયેલી કેટલીક વાતો જેથી તમારી ટ્રીપ બને યાદગાર.

લેહ-લદ્દાખ ભારતના ઠંડા પ્રદેશોમાંથી એક છે અને અહીં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળે છે. શરીરનું તાપમાન સામાન્ય રાખવા માટે તેને હવામાનને અનુરૂપ બનાવવું પડે છે. પ્રવાસના પહેલા દિવસે લેહમાં રહેવાનો પ્રયાસ કરો, કારણ કે અહીં ઠંડી થોડી ઓછી હશે.

લેહ-લદ્દાખમાં ઘણી જગ્યાએ એવી સ્થિતિ હોય છે કે જ્યાં ઓક્સિજનની અછત છે.તેથી જ કોઈપણ ઊંચાઈવાળા વિસ્તારમાં જતી વખતે તમારી સાથે ઓક્સિજન સિલિન્ડર રાખો.

લેહ-લદ્દાખમાં પોતાના ખાનપાનનું ખાસ ધ્યાન રાખો.અહીં ફૂડમાં થુકપા અને જવથી બનનાર બિયર મળે છે. જે તમારુ સ્વાસ્થ્ય બગાડી પણ શકે છે. તેથી તેનું સેવન ન કરો.

લેહ-લદ્દાખ અનેક લોકોને પોતાની સુંદરતાને કારણે આકર્ષિત કરે છે.પણ આ ટ્રીપથી તમારા ખર્ચા વધી પણ શકે છે. હોટલ અને ભોજન તમારા ખર્ચા વધારશે. ખર્ચા ઓછા કરવા ફરવા માટેની કેબ શેર કરી શકો છો.