Breaking News: Rajkotમાં વેલેન્ટાઈન ડે પર હિન્દુ સંગઠનોનો વિરોધ, ‘Love Garden’માં હોબાળો, જુઓ Video
રાજકોટના રેસકોર્સ ગાર્ડનમાં હિન્દુ સંગઠનો દ્વારા વેલેન્ટાઈન ડેના કાર્યક્રમો પર વિરોધ થયો. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોના સૂત્રોચ્ચારથી ગાર્ડનમાં તણાવની સ્થિતિ સર્જાઇ.
રાજકોટ રેસકોર્સ ગાર્ડન, જેને જાણીતી રીતે ‘Love Garden’ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં વેલેન્ટાઈન ડેના દિવસે હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. બજરંગ દળના લોકો પહોંચતા જ રેસકોર્સ ગાર્ડનમાં યુગલો ભાગતા જોવા મળ્યા હતા. અનેક યુવક-યુવતી સ્થળ છોડીને દોડતા કેમેરામાં કેદ થયા છે.
સંગઠનોના કાર્યકરોનું કહેવું હતું કે વેલેન્ટાઈન ડેના કાર્યક્રમો ભારતીય સંસ્કૃતિ સાથે સુસંગત નથી અને તે સમાજમાં ગેરસમજ અને અનિચ્છિત સંદેશ ફેલાવે છે. કાર્યકરો ગાર્ડનમાં જઈ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા, અને તેમની ઉપસ્થિતિથી ગાર્ડનનું વાતાવરણ તણાવગ્રસ્ત બની ગયું.
આ ઘટના રાજકોટમાં સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની ગઈ છે. શહેરમાં હિન્દુ સંગઠનો અને યુવાઓ વચ્ચે આ તણાવ વચ્ચે, સ્થાનિક પોલીસ ટીમ પણ પ્રસંગસ્થળ પર હાજર રહી સુરક્ષા સુનિશ્ચિત કરી.

