સ્પાઈસજેટ
સ્પાઇસજેટએ ભારતની લો -કોસ્ટ એરલાઇન છે. જેનું મુખ્ય મથક હરિયાણાના ગુડગાંવમાં છે. નવેમ્બર 2023 સુધીમાં તે 6.2 %ના બજાર હિસ્સા સાથે સ્થાનિક મુસાફરોની સંખ્યાના આધારે ભારતની ચોથી સૌથી મોટી એરલાઇન છે. દિલ્હી અને હૈદરાબાદ ખાતેના તેના બેઝ પરથી 60 ભારતીય અને 13 આંતરરાષ્ટ્રીય સહિત 73 સ્થળોને વિમાની સેવાથી જોડે છે.
1994માં એર ટેક્સી પ્રોવાઈડર ModiLuft તરીકે સ્થપાયેલી આ કંપનીને ભારતીય ઉદ્યોગસાહસિક અજય સિંઘ દ્વારા 2004માં હસ્તગત કરવામાં આવી હતી. ત્યારબાદ તેનું નામ બદલીને SpiceJet રાખવામાં આવ્યું હતું. એરલાઈને તેની પ્રથમ ઉડાન મે 2005માં ઓપરેટ કરી હતી. ભારતીય મીડિયા બેરોન કલાનિધિ મારને જૂન 2010માં સન ગ્રૂપ દ્વારા સ્પાઈસ જેટમાં કંટ્રોલિંગ હિસ્સો મેળવ્યો હતો.
Breaking News: કંડલા-મુંબઈ સ્પાઈસજેટ ફ્લાઇટની ઈમરજન્સી લેન્ડિંગ, ઉડાન દરમિયાન પાછળનું એક ટાયર છૂટુ પડ્યુ- Video
કંડલા-મુંબઈ જતી સ્પાઈસ જેટ ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી. ઉડાન દરમિયાન પાછળનું એક ટાયર છૂટું પડી ગયુ હોવાનું સામે આવ્યુ છે. પાયલટની સમજદારીથી ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ કરાઈ.
- Mina Pandya
- Updated on: Sep 12, 2025
- 5:21 pm