Breaking News: કંડલા-મુંબઈ સ્પાઈસજેટ ફ્લાઇટની ઈમરજન્સી લેન્ડિંગ, ઉડાન દરમિયાન પાછળનું એક ટાયર છૂટુ પડ્યુ- Video
કંડલા-મુંબઈ જતી સ્પાઈસ જેટ ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી. ઉડાન દરમિયાન પાછળનું એક ટાયર છૂટું પડી ગયુ હોવાનું સામે આવ્યુ છે. પાયલટની સમજદારીથી ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ કરાઈ.
કંડલાથી મુંબઈ જતી સ્પાઈસ જેટ ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવી હતી.પાયલટની સમજદારીથી મોટી દુર્ઘટના થતા ટળી છે. ઉડાન દરમિયાન પ્લેનનું પાછળનું એક વ્હીલ છુટુ પડી ગયુ હોવાનું સામે આવતા ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ કરાઈ હત. મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાને લઈને ઍરપોર્ટ પર દોડધામ મચી ગઈ હતી. આપને જણાવી દઈએ કે ફ્લાઈટ કંડલાથી મુંબઈ ગઈ હતી અને મુંબઈ ઍૅરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી.
આપને જણાવી દઈએ કે ફ્લાઈટ કંડલાથી મુંબઈ ગઈ હતી અને મુંબઈ ઍૅરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી. મળતી પ્રાથમિક વિગતો અનુસાર ફ્લાઈટની પાછળનું એક વ્હીલ ઉડાન દરમિયાન છૂટુ પડી ગયુ હતુ. પાયલટે તાત્કાલિક ઍર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક સાધીને મુંબઈ ઍરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડ કરી હતી. થોડીવાર માટે ઘટનાને લઈને ઍરપોર્ટ પર દોડધામ મચી ગઈ હતી અને ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને અન્ય ઈમરજન્સી સેવાઓ તૈયાર કરવામાં આવી હતી.
પાયલટની સમયસૂચક્તા અને સતર્કતાને કારણે ટળી જાનહાનિ
મળતી વિગતો અનુસાર ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. કોઈને કોઈ ઈજા થવા પામી નથી. હાલ પ્લેનમાં આવેલી ખામી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. DGCA દ્વારા પણ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે તેવી શક્યતા છેય
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
