IND-A vs SA-A : ભારત ક્લીન સ્વીપ કરવામાં નિષ્ફળ, અભિષેક-તિલક ફ્લોપ, દક્ષિણ આફ્રિકાનો મોટો વિજય
ઈન્ડિયા A એ પહેલી બે વનડે જીતીને વનડે શ્રેણી પહેલાથી જ સુરક્ષિત કરી લીધી હતી. જોકે, તેઓ અંતિમ વનડેમાં હાર સાથે આફ્રીકાને ક્લીન સ્વીપ કરવાથી રહી ગયા. સ્ટાર ખેલાડીઓ અભિષેક શર્મા, તિલક વર્મા અને ઋતુરાજ ગાયકવાડ ફ્લોપ રહ્યા. જો કે ભારતે શ્રેણી 2-1 થી જીતી હતી.

દક્ષિણ આફ્રિકા A એ ODI શ્રેણીની અંતિમ મેચમાં ઈન્ડિયા A ને 73 રનથી હરાવ્યું. રાજકોટમાં ODI શ્રેણીની પહેલી બે મેચ હારી ગયેલી દક્ષિણ આફ્રિકાની ટીમે આખરે જીત મેળવી. 19 વર્ષીય ઓપનર લુઆન ડેપ્રેટોરિયસ અને રિવાલ્ડો મૂનસામીની શાનદાર સદીઓના આધારે, દક્ષિણ આફ્રિકા A એ 325 રન બનાવ્યા હતા. જોકે, ઈન્ડિયા A ના બેટ્સમેન નિષ્ફળ ગયા અને માત્ર 252 રનમાં જ આઉટ થઈ ગયા. આમ, દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં ક્લીન સ્વીપ ટાળી શક્યું.
દક્ષિણ આફ્રિકાના ઓપનરોની શાનદાર સદી
ODI શ્રેણીની છેલ્લી મેચ બુધવાર, 19 નવેમ્બરના રોજ રાજકોટમાં રમાઈ હતી, જેમાં દક્ષિણ આફ્રિકા A ટીમ સામે ક્લીન સ્વીપ ટાળવાનો પડકાર હતો. દક્ષિણ આફ્રિકાની બેટિંગમાં પાછલી બે મેચમાં મજબૂતાઈનો અભાવ હતો, પરંતુ આ વખતે તેમના ઓપનરોએ હારની ભરપાઈ કરી. લુઆન ડ્રિપ્રેટોરિયસ અને રિવાલ્ડોએ ભારતીય બોલરોને ખરાબ રીતે ધોઈ નાખ્યા.
પ્રિટોરિયસ-રિવાલ્ડોની સદી
બંનેએ મળીને 37.1 ઓવરમાં 241 રનની જોરદાર ભાગીદારી કરી. આ દરમિયાન પહેલા પ્રિટોરિયસ (123) અને પછી રિવાલ્ડો (107) એ પોતાની સદી પૂરી કરી. પ્રસિદ્ધ કૃષ્ણાએ એક જ ઓવરમાં બંને બેટ્સમેનોને આઉટ કરીને ભારત A ને મોટી રાહત આપી. ત્યારબાદ હર્ષિત રાણાએ બે વિકેટ લીધી. જોકે, અંતિમ ઓવરમાં ડિલાનો પોટગીટરે માત્ર 15 બોલમાં 30 રન ફટકારીને દક્ષિણ આફ્રિકાનો સ્કોર છ વિકેટે 325 રન પર પહોંચાડ્યો.
અભિષેક-તિલક-ઋતુરાજ નિષ્ફળ ગયા
આખી શ્રેણીમાં ઈન્ડિયા A ને ઝડપી શરૂઆત અપાવનાર સ્ટાર ઓપનર અભિષેક શર્મા (11) ફરીથી આવું કરતો જોવા મળ્યો, પરંતુ પાછલી બે મેચની જેમ તે ત્રીજી મેચમાં પણ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ ગયો. આ શ્રેણીની ત્રણ મેચમાં તે ફક્ત 74 રન જ બનાવી શક્યો. તિલક વર્મા (11) પણ સસ્તામાં આઉટ થયો. જોકે, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે ઋતુરાજ ગાયકવાડ સસ્તામાં આઉટ થઈ ગયો. પાછલી બંને મેચમાં ટીમને વિજય અપાવનાર અને પ્લેયર ઓફ ધ મેચ રહેલો ગાયકવાડ આ વખતે 25 રન બનાવ્યા બાદ આઉટ થયો. ઈન્ડિયા A ટીમે માત્ર 82 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.
ઈશાન-બદોનીએ તાકાત બતાવી
અહીંથી, ઈશાન કિશન અને આયુષ બદોની વચ્ચે ભાગીદારી થઈ, જેનાથી ટીમ ઈન્ડિયા માટે વાપસીની આશા જાગી. ઈશાન (53) અને બદોની (66) અડધી સદી ફટકારી આઉટ થયા, જેનાથી ઈન્ડિયા A ની હાર પર મહોર લાગી. માનવ સુથાર અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 39 રનની ભાગીદારી કરીને હારનું અંતર ઘટાડ્યું. ટીમ 50મી ઓવરમાં 252 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જોકે, ઈન્ડિયા A એ શ્રેણી 2-1થી જીતી લીધી.
આ પણ વાંચો: Shubman Gill : ઈજા છતાં શુભમન ગિલ નથી માની રહ્યો, ગુવાહાટી ટેસ્ટ પહેલા ચોંકાવનારા સમાચાર
