Breaking News: IND vs NZ: વડોદરામાં પહેલી વનડે પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો ઈજાગ્રસ્ત
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વનડે પહેલા આ સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. જેના કારણે વડોદરા મેચમાં તેનુ રમવા પર પ્રશ્નાર્થ મુકાયો છે. પ્રેક્ટિસ દરમિયાન કમર પાસે વાગતાં તેઓ પ્રેક્ટિસ છોડીને ચાલ્યા ગયા હતા. કેપ્ટન શુભમન ગિલ અને પસંદગી સમિતિ તેમની ફિટનેસ અંગે ચર્ચા કરી રહ્યા હોવાની અટકળો તેજ થઈ ગઈ છે.

ભારત-ન્યુઝીલેન્ડ વનડે સીરીઝનો રવિવારે 11 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. પરંતુ આ સિરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગી શકે છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી ઋષભ પંતની વડોદરામાં પ્રથમ વનડેમાં ભાગીદારી અનિશ્ચિત માનવામાં આવી રહી છે. વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત પ્રથમ વનડેની પૂર્વસંધ્યાએ ઈજાગ્રસ્ત થયા હતા. પંત મંગળવારે વડોદરા પહોંચ્યા હતા, જ્યાં તેમણે 2025-26 વિજય હજારે ટ્રોફીના છેલ્લા ગ્રુપ સ્ટેજ મેચમાં દિલ્હી માટે રમ્યા હતા.
પંતની ઈજાએ વધારી ચિંતા
મેચની સંપૂર્ણ તૈયારી માટે, પંતે આરામ કરવાને બદલે પ્રેક્ટિસ મેચ રમવાનો નિર્ણય લીધો. તેઓ પ્રેક્ટિસ માટે BCA સ્ટેડિયમના ગ્રાઉન્ડ B પર આખી ટીમ સાથે પહોંચ્યા હતા. અહેવાલો અનુસાર, બધુ બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ થ્રોડાઉન દરમિયાન, પંતને બોલ કમરની ઉપર વાગ્યો હતો. બોલ વાગતા જ પંત પીડાને કારણે કણસવા લાગ્યો અને તાત્કાલિક તબીબી ટીમે તેની સારવાર કરી. સપોર્ટ સ્ટાફ અને અન્ય ખેલાડીઓ હાજર રહ્યા અને પંતની સારવાર થતી જોઈ રહ્યા. જોકે, પંત પ્રેક્ટિસ ચાલુ રાખી શક્યો નહીં. તે મેડિકલ ટીમના બે સભ્યો સાથે પ્રેક્ટિસ સત્ર અધવચ્ચે જ છોડી ગયો.
કેપ્ટન સાથે અગરકરની લાંબી વાતચીત
આના થોડા સમય પછી, ભારતના ODI કેપ્ટન શુભમન ગિલ પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકર સાથે લાંબી વાતચીત કરતા જોવા મળ્યા. આ વાતચીતનો વિષય સ્પષ્ટ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ઋષભ પંતની ફિટનેસ પર ચર્ચા થઈ હશે.
Rishabh Pant gingerly walks off the field after being hit by a delivery while batting at the nets [Revsportz]
Why God , why do these things always happen with him I hope nothing is serious pic.twitter.com/1zERHVNL7G
— Rupesh Kumar (@drona_17) January 10, 2026
પંત અને ગિલ ઉપરાંત, શ્રેયસ ઐયર, રોહિત શર્મા, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા પણ આ વૈકલ્પિક પ્રેક્ટિસ સત્રમાં હાજર હતા. રોહિત શર્માએ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને બેટિંગ ટિપ્સ પણ આપી હતી અને તેને મદદ કરવા માટે નેટની બહાર ઉભા રહ્યા હતા.
ન્યુઝીલેન્ડ શ્રેણી માટે ભારતની ODI ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણ, કુલદીપ યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), નીતિશકુમાર રેડ્ડી, અર્શદીપસિંહ, યશસ્વી જયસ્વાલ
ભારત-ન્યૂઝીલેન્ડ સિરીઝનું શેડ્યુલ
રવિવાર, 11 જાન્યુઆરી – પ્રથમ ODI – વડોદરા બુધવાર, 14 જાન્યુઆરી – બીજી ODI – રાજકોટ રવિવાર, 18 જાન્યુઆરી – ત્રીજી ODI – ઈન્દોર
