પદ્મ વિભૂષણ

પદ્મ વિભૂષણ

પદ્મ પુરસ્કારો દર વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર જાહેર કરવામાં આવે છે. ભારત રત્ન પછી આ પુરસ્કારનો બીજો નંબર આવે છે.

પદ્મ વિભૂષણ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. તે એવા નાગરિકોને આપવામાં આવે છે જેઓ દેશ માટે મૂલ્યવાન યોગદાન આપે છે. આ સન્માન દેશના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. જો આ એવોર્ડ મેળવ્યા પછી તેનો દુરુપયોગ થાય છે તો આ એવોર્ડ જપ્ત પણ કરવામાં આવે છે.

પદ્મ પુરસ્કારો ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે “પદ્મ વિભૂષણ”; ઉત્કૃષ્ટ સેવા માટે “પદ્મ ભૂષણ” અને કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે “પદ્મશ્રી” આપવામાં આવે છે. પદ્મ વિભૂષણમાં કોઈ રોકડ રકમ આપવામાં આવતી નથી. તે માત્ર એક ઇનામના ભાગ રુપે આપવામાં આવે છે.

પદ્મ વિભૂષણ એવોર્ડમાં રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષર કરાયેલા પ્રમાણપત્ર અને મેડલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક પ્રતિકૃતિ પણ આપવામાં આવે છે. જે કોઈપણ રાજ્યના કાર્યો વગેરેમાં પણ પહેરી શકાય છે. આવી વ્યક્તિને જ આ એવોર્ડ આપવામાં આવે છે. જેમણે દેશ માટે સારું કામ કર્યું છે. પદ્મ ભૂષણ દેશના કોઈપણ નાગરિકને ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. જ્યારે પદ્મ વિભૂષણ સામાન્ય અને વિશેષ સેવા માટે આપવામાં આવે છે.

 

Read More

કુમુદિની લાખિયા , તુષાર શુક્લ સહિત ગુજરાતના 8 રત્નોને પદ્મ સન્માન

પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિએ કુલ 139 પદ્મ એવોર્ડ, 2 કિર્તી ચક્ર તેમજ 14 શૌર્ય ચક્રની જાહેરાત કરી છે. 7 પદ્મવિભૂષણ, 19 પદ્મભૂષણ તેમજ 113 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતના 8 લોકોને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

પદ્મ એવોર્ડથી સન્માનિત લોકોને સરકાર કઈ સુવિધાઓ પૂરી પાડે છે? શું ઈનામમાં રુપિયા પણ મળે છે?

પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી) ની પૂર્વસંધ્યાએ વર્ષ 2025 માટે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. માહિતી અનુસાર આ માટે દેશભરમાંથી કુલ 139 સેલિબ્રિટીઓની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં 7 લોકોને પદ્મ વિભૂષણ, 19 લોકોને પદ્મ ભૂષણ અને 113 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તેમાં 30 અજાણ્યા હીરોને પણ સ્થાન મળ્યું છે.

Padma Award : રાષ્ટ્રપતિ મુર્મૂએ વેંકૈયા નાયડુ, ડો. તેજસ પટેલ, મિથુન ચક્રવર્તી સહિતનાઓને પદ્મ પુરસ્કાર કર્યો અર્પણ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સોમવારે પદ્મ પુરસ્કારો માટે પસંદ કરાયેલી હસ્તીઓને એવોર્ડ આપ્યા હતા. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, અભિનેતા મિથુન ચક્રવર્તી, ગાયિકા ઉષા ઉથુપ, ભજન-ગાયક કાલુરામ બામણિયા, જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડોકટર તેજસ મધુસુદન પટેલ, બાંગ્લાદેશી ગાયિકા રેઝવાના ચૌધરી સહીતની હસ્તીઓએ એવોર્ડ મેળવ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">