નીટ
નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટનું (NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST) આયોજન NEET UG અને NEET PG તરીકે કરવામાં આવે છે. NEETની પરીક્ષા મેડીકલ શિક્ષણ માટે ફરજીયાત છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ અને નેશનલ મેડિકલ કમિશન દ્વારા દર વર્ષે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે.
NEET UG પરીક્ષાના ગુણનો ઉપયોગ MBBSમાં પ્રવેશ માટે થાય છે. જ્યારે NEET PG એક્ઝામ માર્ક્સના આધાર પર MS, MD વગેરે મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમોમાં એન્ટ્રી મળે છે. બંને અભ્યાસક્રમોમાં એન્ટ્રી, પરીક્ષામાં મેળવેલા માર્ક્સના આધારે કાઉન્સેલિંગથી કરવામાં આવે છે. કાઉન્સેલિંગ પ્રક્રિયા ઓનલાઈન હોય છે. દર વર્ષે લાખો ઉમેદવારો આ એક્ઝામ આપે છે.