લદ્દાખ
લદ્દાખને લોકબોલીમાં લદાખ પણ કહે છે. ભારતનાં જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી લદ્દાખ અલગથી બનેલ કેન્દ્રશાસિત પ્રદેશ છે. લદ્દાખનું સૌથી મોટું શહેર લેહ છે. લદ્દાખની ઉતરમાં કારાકોરમ અને દક્ષિણમાં હિમાલયનાં પર્વતો આવેલ છે. લદ્દાખનો અર્થ “ઉંચા પર્વતોની ભૂમિ” પણ થાય છે. લદ્દાખ તેનાં પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે. 1974 પછી અહીં લદ્દાખના પ્રવાસન ઉધોગમાં સારો એવો વિકાસ થયો છે.
લદ્દાખની ઇન્ડો-આર્યન અને તિબેટિયન વંશની લદ્દાખી પ્રજાનો મોટો ભાગ બૌદ્ધ ધર્મ અને અમુક શિયા મુસ્લીમ ધર્મ પાળે છે. અહીં તિબેટિયન સંસ્કૃતિનાં બહોળા ફેલાવાને કારણે ક્યારેક લદ્દાખને “નાનાં તિબેટ” તરીકે પણ ઓળખાવામાં આવે છે. ઘણાં તિબેટિયનોનું લાંબા સમયથી માનવું હતું કે, બાકીનાં કાશ્મીર કરતાં આ પ્રદેશ ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે ખૂબ જ અલગ પડતો હોઈ, લદ્દાખને “કેન્દ્ર શાસિત પ્રદેશ” જાહેર કરવો જોઇએ. જેને ધ્યાનમાં લઈને ભારત સરકારે 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતી બંધારણની કલમ 370 અને 35-A ને હટાવી તેની સાથેસાથે કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત ભાગમાં વહેંચી નાખવાનો નિર્ણય લીધો. જેના અંતર્ગત બે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા: જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ.
ભારતનું એવું રાજ્ય જ્યાં વિદેશી મહિલાઓ આવે છે પ્રેગ્નેન્ટ થવા, જાણો ‘ગર્ભાવસ્થા પર્યટન’ની અનોખી વાત
Pregnancy Tourism Ladakh: કલ્પના કરો કે યુરોપિયન મહિલાઓનું એક જૂથ ભારતના એક નાના ગામમાં સ્થાનિક પુરુષો દ્વારા ગર્ભવતી થવા માટે મુસાફરી કરી રહ્યું છે. અફવાઓ દાવો કરે છે કે લદ્દાખના ધા અને હનુ ગામની બ્રોક્પા વસ્તીમાં આવું પહેલા પણ બન્યું છે અને કદાચ ફરીથી પણ બનશે અને આને જ દુનિયા આજે 'ગર્ભાવસ્થા પર્યટન' કહે છે.
- Meera Kansagara
- Updated on: Oct 2, 2025
- 4:22 pm
BRO એ વધુ એક સફળતા કરી હાંસલ, લદ્દાખમાં 19,000 ફૂટની ઊંચાઈએ સૌથી ઊંચો મોટરેબલ પાસ બનાવ્યો
પ્રોજેક્ટ હિમાંકના ચીફ એન્જિનિયર બ્રિગેડિયર વિશાલ શ્રીવાસ્તવ કહે છે, "આ પાસ પર ઊભા રહીને ખૂબ આનંદ થાય છે અને મને મારી ટીમ પર ખૂબ ગર્વ છે કે તેમણે આ દુર્ગમ ઊંચાઈઓ સર કરીને ઉમલિંગ લાનો પોતાનો રેકોર્ડ તોડ્યો."
- Meera Kansagara
- Updated on: Oct 2, 2025
- 1:59 pm
લદ્દાખ હિંસા: સોનમ વાંગચુકની NSA હેઠળ ધરપકડ બાદ જોધપુર જેલ ખસેડવામાં આવ્યા, 24 કલાક CCTV હેઠળ દેખરેખ રખાશે
સોનમ વાંગચુકની ધરપકડ પર તીવ્ર પ્રતિક્રિયા આપતા, તેમની પત્ની ગીતાંજલિ આંગ્મોએ સરકાર પર તેમની છબી ખરાબ કરવાના હેતુથી ખોટી વાતો ફેલાવવાનો આરોપ લગાવ્યો. આંગ્મોએ આરોપ લગાવ્યો કે વાંગચુક સાથે કોઈ કારણ વગર ગુનેગાર જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે પોલીસે તેમના ઘરમાં તોડફોડ કરી.
- Tanvi Soni
- Updated on: Sep 27, 2025
- 2:09 pm
Breaking News : લેહમાં થયેલી હિંસા બાદ સરકારનું કડક વલણ, NGOનું લાઇસન્સ રદ કર્યા પછી સોનમ વાંગચુકની ધરપકડ !
લેહ, લદ્દાખમાં થયેલી હિંસા બાદ સોનમ વાંગચુક સામે સરકારે લાલ આંખ કરી છે. વાંગચુકના સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL) ના FCRA લાઇસન્સ રદ કર્યા પછી, હવે વાંગચુકની ધરપકડના અહેવાલો સામે આવી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Sep 26, 2025
- 4:27 pm