AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : લેહમાં થયેલી હિંસા બાદ સરકારનું કડક વલણ, NGOનું લાઇસન્સ રદ કર્યા પછી સોનમ વાંગચુકની ધરપકડ !

લેહ, લદ્દાખમાં થયેલી હિંસા બાદ સોનમ વાંગચુક સામે સરકારે લાલ આંખ કરી છે. વાંગચુકના સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL) ના FCRA લાઇસન્સ રદ કર્યા પછી, હવે વાંગચુકની ધરપકડના અહેવાલો સામે આવી રહ્યા છે.

Breaking News : લેહમાં થયેલી હિંસા બાદ સરકારનું કડક વલણ, NGOનું લાઇસન્સ રદ કર્યા પછી સોનમ વાંગચુકની ધરપકડ !
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2025 | 4:27 PM
Share

લેહ, લદ્દાખમાં થયેલી હિંસા બાદ, કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામે કડક પગલાં ભરવાનુ શરુ કર્યું છે.  પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરતી સામાજીક સ્વૈચ્છીક સંસ્થાના વડા અને જાણીતા સોનમ વાંગચુક સતત તપાસ હેઠળ છે. વાંગચુકના સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL) ના FCRA લાઇસન્સ રદ કર્યા પછી, હવે તેમની ધરપકડના અહેવાલો સામે આવી રહ્યા છે.

મીડિયા અહેવાલ અનુસાર,  લેહ, લદ્દાખમાં થયેલી હિંસા બાદથી સોનમ વાંગચુક સતત તપાસ હેઠળ છે. વાંગચુકના સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL) ના FCRA લાઇસન્સ રદ કર્યા પછી, હવે તેમની ધરપકડના અહેવાલો આવી રહ્યા છે.

રાજ્યનો દરજ્જો આપવાની માંગણીને લઈને હિંસા ભડકી

બે દિવસ પહેલા લેહ એપેક્સ બોડી (LAB) દ્વારા છઠ્ઠી અનુસૂચિ લંબાવવા અને લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી સાથે બંધના આહ્વાન દરમિયાન ગત બુધવારે ફાટી નીકળેલી હિંસાના સંદર્ભમાં લગભગ 50 લોકોની અટકાયત કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “કર્ફ્યુવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. કોઈ ઘટના નોંધાઈ નથી.”

આ દરમિયાન, લેહ જિલ્લા મેજિસ્ટ્રેટ રોમિલ સિંહ દોનકે ગુરૂવારે શુક્રવારથી શરૂ થતા આગામી બે દિવસ માટે તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ સમયગાળા દરમિયાન આંગણવાડી કેન્દ્રો પણ બંધ રહેશે.

હિંસા બાદ વાંગચુકે ભૂખ હડતાળ સમાપ્ત કરવાની ફરજ પડી હતી

લેહમાં વધતી હિંસાને કારણે સોનમ વાંગચુકને તેમની પખવાડિયાની ભૂખ હડતાળ બંધ કરવી પડી હતી. ભૂખ હડતાળ દરમિયાન, તેમણે હિંસાની પણ નિંદા કરી હતી. તેમણે હિંસાની ટીકા કરતા કહ્યું હતું કે, “આ લદ્દાખ માટે સૌથી દુઃખદ દિવસ છે. છેલ્લા પાંચ વર્ષથી અમે જે માર્ગ પર ચાલી રહ્યા છીએ તે શાંતિપૂર્ણ રહ્યો છે.”

સોનમ વાંગચુકને લગતા અન્ય સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

Follow Us
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">