ઈ હરાજી
અનેક ખરીદનારાઓની હાજરીમાં નિયત ન્યૂનતમ ભાવથી વેચાણપાત્ર ચીજ કે ચીજો વેચવાની જાહેરાત કરીને સૌથી વધારે બોલી બોલનારને તે વેચી દેવાની પ્રક્રિયાને હરાજી કહેવાય છે. હરાજી દ્વારા વેચાણની વ્યવસ્થા કરનાર તેમજ તે માટે બોલી બોલાવનાર હરાજી કરનાર તરીકે ઓળખાય છે. જ્યારે લોન લેનારા ડિફોલ્ટ થાય છે, ત્યારે બેંકો લોન લેણાની વસૂલાત માટે તેની મિલકતની હરાજી કરતી રહે છે.
બેંક દ્વારા અલગ અલગ પ્રકારની પ્રોપર્ટીની હરાજીને લઈને જાણકારી આપવામાં આવતી રહેતી હોય છે. આ અંગે બેન્ક કાયદેસર રીતે અલગ અલગ અખબારોમાં પણ જાહેરાત આપે છે. બેંકની ઈ હરાજી દ્વારા અપાયેલી સંપત્તિઓમાં રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક એમ તમામ પ્રકારની પ્રોપર્ટીઓ સામેલ છે.
આ હરાજી સંપૂર્ણ રીતે ઓનલાઈન હોય છે. જો તમે પણ આ ડિજિટલ હરાજીમાં બોલી લગાવવા માગતા હોવ તો તે માટે તમારે સૌથી પહેલા રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. તમારે તમારો મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી દ્વારા રજિસ્ટ્રેશન કરવું પડશે. ત્યારબાદ KYC માટે પેપર્સ અપલોડ કરવા પડશે. વેરિફિકેશન પૂરું થયા બાદ ઓનલાઈન ચલણ ભરવું પડશે. ત્યારબાદ જ તમે ઓનલાઈન બોલી લગાવી શકશો.
હકીકતમાં બેન્કોની હરાજીમાં એવી પ્રોપર્ટી મૂકવામાં આવે છે જેની લોન ચૂકવી શકાઈ નથી અથવા તો ડિફોલ્ટ કરવામાં આવ્યા છે. બેન્કો તરફથી સમયાંતરે આ પ્રકારે પ્રોપર્ટીની હરાજી થતી રહે છે. આ પ્રક્રિયા હંમેશા ચાલતી રહે છે.