જ્યારે RAW એ ટેપ કરી લીધો પરવેજ મુશર્રફનો ફોન અને આખી દુનિયા સામે ખૂલી ગઈ પાકિસ્તાનની પોલ- વાંચો
ભારતની રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ RAW એ 1999માં કારગીલ યુદ્ધ સમયે પાકિસ્તાનના તત્કાલિન સેના પ્રમુખ જનરલ પરવેજ મુશર્રફ અને તેના ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનેન્ટજ જનરલ મોહમ્મદ અજીજ વચ્ચે થયેલી અત્યંત ગુપ્ત અને મહત્વપૂર્ણ ટેલિફોનિક વાતચીત ઈન્ટરસેપ્ટ કરી હતી. આ વાતચીત પાકિસ્તાનની સેનાની સક્રિય ભાગીદારીને સ્પષ્ટ રીતે દર્શાવતી હતી. જેના દ્વારા ભારતને પાકિસ્તાનના અસલી (બદ્દ?) ઈરાદા વિશે જાણ થઈ રહી હતી.

પાકિસ્તાન ભલે આજે મોટી મોટી ડીંગો હાંકતુ હોય, અને ભારતને માત આપવાના ખોટા દાવા કરી રહ્યુ હોય. પરંતુ પાકિસ્તાન આજકાલથી નહીં પહેલેથી શેખી મારતુ આવ્યુ છે. દરેક યુદ્ધમાં તે ભારત સામે હાર્યુ છે અને તેના પુસ્તકોમાં વિજયનો ખોટો ઈતિહાસ તેમના બાળકોને ભણાવે છે. આજે એક એવી જ રસપ્રદ ઘટના વિશે આપને જણાવવુ છે. એ સમયે રૉ એ પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ પરવેજ મુશર્રફ જે પાછળથી પાકિસ્તનના રાષ્ટ્રપતિ બન્યા, તેનો ફોન ટેપ કરી લીધો હતો. એ પણ ત્યારે જ્યારે મુશર્રફ ચીનની રાજધાની બૈજિંગમાં હતા. મતલબ સ્પષ્ટ છે કે ચીન-પાકિસ્તાન બંનેને માત્ત આપતા ભારતે આ કરામત કરી બતાવી હતી. આ વાત છે કારગીલ યુદ્ધના સમયની. પાકિસ્તાની સેનાના સૈનિક અને મુજાહિદ્દીન લડવૈયાઓ એપ્રિલ 1999માં ચુપચાપ કારગીલમાં ઘુસી આવ્યા. તેમણે LOC પાર કરી ભારતીય બંકરો પર કબજો કરી લીધો અને...