સંસદને બાયપાસ કરીને નહેરુએ પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ કરી નાખી તો… ખુદ કોંગ્રેસી સાંસદોએ નિર્ણયને એકતરફી ગણાવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે જવાહરલાલ નહેરુએ પાકિસ્તાન સાથે જે સિંધુ જળ સંધિ કરી, એ અન્યાયી હતી. એ સમયે સંસદમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી અને મોટાભાગના સાંસદોએ સંધિની ટીકા કરી હતી. અટલ બિહારી વાજપેયીએ આ સંધિને પાકિસ્તાન જેવા દુશ્મન સામેની ખતરનાક છૂટ ગણાવી હતી. પરંતુ નહેરુ કોઈનું માન્યા નહીં. ત્યાં સુધી કે સંસદમાં ચર્ચા પણ નામમાત્રની થઈ હતી કારણ કે સંસદમાં ચર્ચા પહેલા સિંધુ જળસંધિને નહેરુએ બહાલી પહેલા જ આપી દીધી હતી. સંસદની મંજૂરી પણ લેવાનુ તેમણે જરૂરી સમજ્યુ ન હતુ.

15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી બોલતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1960માં જવાહરલાલ નહેરુ દ્વારા પાકિસ્તાન સાથે કરાયેલી સિંધુ જળ સંધિ Indus Water Treaty (IWT) ને અન્યાયી અને એકતરફી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે આ સંધિથી ભારતના ખેડૂતોને અકલ્પનીય નુકસાન થયું છે. પરંતુ શું તમે જાણો છો કે 1960માં જ્યારે આ મુદ્દો સંસદમાં ચર્ચા માટે આવ્યો ત્યારે શું થયું હતુ? મોટાભાગના સાંસદો, ત્યાં સુધી કે કોંગ્રેસીઓએ પણ આ સંધિની ટીકા કરી હતી. પરંતુ તેમની વાતોને તત્કાલિન સત્તાધીશો દ્વારા ધ્યાનમાં લેવામાં આવી નહીં. function loadTaboolaWidget() { window._taboola = window._taboola ||...
