Twitter પર અભદ્ર ટિપ્પણી કરનારાઓ સામે કંપનીએ લીધું આ મોટું પગલું, જાણો વિગત
ટ્વીટર(Twitter) અભદ્ર ભાષાનો કોઈ ઉપયોગ ના કરે તે માટે કંપનીએ મોટું પગલું લીધું છે. જો કોઈ યુઝર્સ અભદ્ર ભાષાનું ટ્વીટ કરે તે પહેલાં જ તેમને એલર્ટ મોકલવામાં આવશે. મંગળવારના રોજ કંપનીએ નિવેદનમાં કહ્યું કે આઈઓએસ(iOS)માં પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેમાં લોકોની ટ્વીટમાં ભાષા અપમાનજનક હશે તો તેને એલર્ટ મોકલવામાં આવશે. Facebook પર તમામ મહત્વના […]

ટ્વીટર(Twitter) અભદ્ર ભાષાનો કોઈ ઉપયોગ ના કરે તે માટે કંપનીએ મોટું પગલું લીધું છે. જો કોઈ યુઝર્સ અભદ્ર ભાષાનું ટ્વીટ કરે તે પહેલાં જ તેમને એલર્ટ મોકલવામાં આવશે. મંગળવારના રોજ કંપનીએ નિવેદનમાં કહ્યું કે આઈઓએસ(iOS)માં પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેમાં લોકોની ટ્વીટમાં ભાષા અપમાનજનક હશે તો તેને એલર્ટ મોકલવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ નવા ફિચરમાં ટ્વીટર એવું વિચારી રહી છે કે લોકો અભદ્ર ભાષાનો પ્રયોગ ના કરે અને કરે તો તેને કોઈ રિપ્લાય કરે તેની પહેલાં જ ટ્વીટને સુધારવાની તક મળે. ઉલ્લેખનીય છે કે ટ્વીટરમાં ટ્વીટ કર્યા બાદ તેને અપડેટ કરી શકાતી નથી. ટ્વીટર લોકોને અપમાનજક ભાષાનું ટ્વીટ પોસ્ટ કરે તે પહેલાં જ એવો મેસેજ આપશે કે શું આ ટ્વીટ યોગ્ય તર્ક આપે છે? શું આ ટ્વીટની ભાષા અપમાનજક છે?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પહેલીવાર નથી કે ટ્વીટર કોઈ નવો પ્રયોગ કરવા જઈ રહ્યું હોય. આ પહેલાં ઈન્સ્ટાગ્રામ પર આવું ફિચર લોન્ચ કરવામાં આવ્યું હતું. જે લોકોને અપમાનજનક શબ્દો વિશે એલર્ટ આપતું હતું. આ ફિચસના હકારાત્મક પરિણામ આવ્યા હોવાના લીધે ટ્વીટર પર પણ આ નવું ફિચર લાવવામાં આવી રહ્યું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]