વિરાટ કોહલીએ આઈપીએલમાં એક જ ટીમમાં રહી પુરા કર્યા 16 વર્ષ , જુઓ વીડિયો કેવું રહ્યું તેનું પ્રદર્શન
વિરાટ કોહલીએ આઈપીએલમાં 16 વર્ષ પુરા કર્યા છે. જેને લઈ આરસીબીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેની આખી જર્ની જોવા મળી રહી છે.વિરાટ કોહલીએ આ ટીમ માટે છેલ્લા 16 વર્ષમાં કુલ 237 મેચ રમી છે. જેમાં તેમણે 130.02ની સ્ટ્રાઈક રેટની સાથે 7263 રન બનાવ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાના 16 વર્ષ પુરા કર્યા છે. વિરાટ કોહલીએ વર્ષ 2008માં આજના દિવસે રોયલ ચેલેન્જર બેંગ્લોરની સાથે જોડાયો હતો અને ત્યારથી લઈ અત્યાર સુધી આજ ટીમનો ભાગ છે. આઈપીએલ 2022 પહેલા તેમણે ટીમની કપ્ટનશીપ પણ છોડી હતી, પરંતુ ત્યારે તેમણે કહ્યું હતુ કે, તે ટીમનો કેપ્ટન રહેશે નહિ પરંતુ જ્યાં સુધી આ લીગમાં રમશે ત્યાં સુધી આરસીબીનો ભાગ રહેશે.
વિરાટ કોહલીએ છેલ્લા 16 વર્ષમાં આરસીબી માટે સારું પ્રદર્શન કર્યું છે. કેપ્ટનના રુપમાં તેમનો રેકોર્ડ આરસીબી માટે સારો રહ્યો નથી, આરસીબીએ વિરાટ કોહલીના આઈપીએલમાં 16 વર્ષ પુરા થવા પર એક જર્ની વીડિયો શેર કર્યો છે.
“Loyalty above all.”
We love you, King Kohli! ❤#PlayBold #ನಮ್ಮRCB #IPL #16YearsOfViratKohli #ViratKohli @imVkohli pic.twitter.com/7H1mcYvWQE
— Royal Challengers Bangalore (@RCBTweets) March 11, 2024
વિરાટ કોહલીનું આઈપીએલ પ્રદર્શન
વિરાટ કોહલીએ વર્ષ 2008માં આરસીબીનો સાથ પકડ્યો હતો. છેલ્લી 16 સીઝનમાં તેમણે આ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. આઈપીએલની 17મી સીઝનમાં પણ તે આરસીબીમાંથી રમતો જોવા મળશે. વિરાટ કોહલીએ છેલ્લા 16 વર્ષમાં આ ટીમ માટે શાનદાર બેટિંગ કરી છે અને આ લીગમાં સૌથી વધુ રનની સાથે આ ફેન્ચાઈઝી તરફથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે.
વિરાટ કોહલીએ 7 સદી અને 50 અડધી સદી ફટકારી
વિરાટ કોહલીએ આ ટીમ માટે છેલ્લા 16 વર્ષમાં કુલ 237 મેચ રમી છે. જેમાં તેમણે 130.02ની સ્ટ્રાઈક રેટની સાથે 7263 રન બનાવ્યા છે. આ મેચમાં વિરાટ કોહલીએ 7 સદી અને 50 અડધી સદી ફટકારી સાથે તેમણે 643 ચોગ્ગા અને 234 સિક્સ ફટકારી છે. વિરાટ કોહલીએ આઈપીએલમાં આરસીબી માટે 107 કેચ પણ લીધા છે. તેનો બેસ્ટ સ્કોર 113 રન રહ્યો છે.
વર્ષ 2016માં વિરાટ કોહલીએ આઈપીએલમાં શાનદાર બેટિંગ કરી હતી. તેમણે 16 મેચમાં 152.03ની સરેરાશથી કુલ 973 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 4 સદી અને 7 અડધી સદી પણ ફટકારી હતી. ત્યારબાદ વિરાટ કોહલી એક સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો અને તે રેકોર્ડ આજે પણ કાયમ છે.
આ પણ વાંચો : કોઈ બોલિવુડ અભિનેત્રી, ડાન્સર, ડોક્ટર એક છે ધારાસભ્ય, જાણો શું કરે છે ભારતીય ક્રિકેટરની પત્નીઓ