Wrestling, Asian Games 2023: OCAનો મોટો નિર્ણય, કુસ્તીબાજોના નામ મોકલવાની મુદત લંબાવવામાં આવી વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાને રાહત
Wrestling, Asian Games 2023:એશિયન ગેમ્સ માટે પ્રથમ ભારતીય કુસ્તીબાજોના નામોની યાદી 15 જુલાઈ સુધીમાં મોકલવાની હતી, પરંતુ ભારતીય ઓલિમ્પિક સંઘને એક સપ્તાહનો વધુ સમય મળ્યો હતો.
Wrestling, Asian Games 2023 : વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, બજરંગ પુનિયા સહિત તે 6 કુસ્તીબાજોને થોડી રાહત મળી છે, જેઓ ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે લાંબા સમયથી વિરોધ કરી રહ્યા હતા.ભારતીય ઓલિમ્પિક સંઘે એશિયન ગેમ્સ માટે ભારતીય કુસ્તીબાજોના નામ 15 જુલાઈ સુધીમાં સોંપવાના હતા.
ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ એશિયન ગેમ્સના આયોજકોને સમયમર્યાદા લંબાવવા વિનંતી કરી હતી, જેથી પ્રદર્શનમાં ભાગ લેનારા કુસ્તીબાજોને એશિયન ગેમ્સ અને વિશ્વ ચેમ્પિયનના ટ્રાયલ્સની તૈયારી માટે સમય મળી શકે. ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાએ ભારતને વધુ એક સપ્તાહનો સમય આપ્યો છે.
આ પણ વાંચો : AFG vs BAN: 21 વર્ષીય બેટ્સમેનોએ બાંગ્લાદેશને હરાવ્યું, સદીઓ પર સદી ફટકારી
22 જુલાઈ સુધીમાં નામો આપવાના રહેશે
જો કે ભારતે એશિયન ગેમ્સના આયોજકો પાસેથી 5 ઓગસ્ટ સુધીનો સમય માંગ્યો હતો, પરંતુ ભારતીય ઓલિમ્પિક સંઘને 22 જુલાઈ સુધી જ સમય મળી શક્યો હતો. હવે 22 જુલાઈ સુધીમાં એશિયન ગેમ્સ માટે ભારતીય કુસ્તી ટીમના ખેલાડીઓના નામ સબમિટ કરવાના રહેશે. તાજેતરમાં, બેંગકોકમાં એશિયન ઓલિમ્પિક કાઉન્સિલની સામાન્ય બેઠક યોજાઈ હતી, જેમાં પીટી ઉષા, સીનિયર ઉપાધ્યક્ષ અજય પટેલ અને જોઈન્ટ સેક્રેટરી કલ્યાણ ચૌબેએ ભાગ લીધો હતો.
આ પણ વાંચો : Ashes: ઈંગ્લેન્ડ ટીમના કોચ બ્રેન્ડન મેક્કુલમને સ્ટેડિયમમાં ન મળી એન્ટ્રી, મેચ પહેલા જ થયો હોબાળો
કુસ્તીબાજો ધરણા પર બેઠા હતા
જનરલ મીટિંગ પછી, OCAએ અસાધારણ પરિસ્થિતીઓમાં સમયમર્યાદા એક સપ્તાહ લંબાવી. છેલ્લા કેટલાક મહિનાઓથી, ભારતના ઘણા સ્ટાર રેસલર બ્રિજ ભૂષણનો વિરોધ કરી રહ્યા છે. વિનેશ અને ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ, સાક્ષીએ બ્રિજ ભૂષણ પર મહિલા રેસલર્સનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડન અને ધમકીના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. પરંતુ અન્ય કુસ્તીબાજોની ફરિયાદ બાદ પણ ફરીયાદમાં મોડું થવાના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર તેની અલોચના કરવામાં આવી છે, બીજી તરફ મુક્ત થયેલા બ્રિજભૂષણ શરણ સિંહે પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તમને જણાવી દઈએ કે, જો તે દોષી સાબિત થાય છે, તો તેમને ત્રણ વર્ષ સુધીની સજા થઈ શકે છે.