AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games 2023 : શિખર ધવનની થશે વાપસી, એશિયન ગેમ્સમાં કરી શકે છે ટીમ ઈન્ડિયાની કપ્તાની!

ટીમ ઈન્ડિયાનો સિનિયર ઓપનર શિખર ધવન હાલ ટીમ ઈન્ડિયાથી બહાર છે અને ટીમમાં કમબેક માટે રાહ જોઈ રહ્યો છે, ત્યારે આગામી સમયમાં શિખર ધવનને BCCI મોટી જવાબદારી સોંપી શકે છે એવા સમાચાર સામે આવી રહ્યા છે.

Asian Games 2023 : શિખર ધવનની થશે વાપસી, એશિયન ગેમ્સમાં કરી શકે છે ટીમ ઈન્ડિયાની કપ્તાની!
Shikhar Dhawan as captain
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2023 | 5:21 PM
Share

શિખર ધવન ટીમ ઈન્ડિયામાંથી હાલ બહાર ચાલી રહ્યો છે, પરંતુ તે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર શિખર ધવન એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ પણ કરી શકે છે. આ અંગે BCCI જલ્દી જાહેરાત પણ કરી શકે છે. ખાસ વાત એ છે એશિયન ગેમ્સમાં ભાગ લેનાર ખેલાડીઓ વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે નહીં. એવામાં બધાની નજર એશિયન ગેમ્સમાં ભાગ લેનાર ટીમ ઈન્ડિયા પર રહેશે.

23 સપ્ટેમ્બરથી ચીનમાં એશિયન ગેમ્સ

એશિયન ગેમ્સ 2023 ચીનના હાંગઝોઉમાં 23 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 8 ઓક્ટોબર સુધી આ ટુર્નામેન્ટ ચાલશે. જે માટે જલ્દી ટીમ ઈન્ડિયાનીં જાહેરાત કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે BCCI શિખર ધવનને ટીમના નેતૃત્વની જવાબદારી સોંપશે. શિખર પાસે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાનો બહોળો અનુભવ છે અને તેણે અગાઉ પણ ટીમ ઈન્ડિયાની કપ્તાની કરી છે.

એશિયન ગેમ્સ માટે B ટીમ

જે ખેલાડીઓ એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો હશે તેઓ વર્લ્ડ કપ 2023માં રમી શકશે નહીં. BCCI એશિયન ગેમ્સ માટે B ટીમને ચીન મોકલશે. જેમાં પૃથ્વી શો, રિંકુ સિંહ, તિલક વર્મા જેવા નામો પણ હોઈ શકે છે અને ટીમની કપ્તાની શિખર ધવનને સોંપવામાં આવી શકે છે.

શિખર ધવનને અગાઉ પણ ભારતની ‘B’ ટીમના કેપ્ટન તરીકે મોકલવામાં આવ્યો હતો. વર્ષ 2021માં જ્યારે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી, તે જ સમયે ભારતની B ટીમને શ્રીલંકામાં સીરિઝ રમવા મોકલવામાં આવી હતી, ત્યારે શિખર ધવને જ ટીમની કપ્તાની કરી હતી.

આ પણ વાંચોઃ Rinku Singh Debut: રિંકુ સિંહનું 38 દિવસ બાદ પુરુ થઇ શકે છે સ્વપ્ન, શરૂ કરી દીધી તૈયારીઓ !

શિખર ધવનને કરશે કપ્તાની!

શિખર ધવનને ટીમ ઈન્ડિયામાં ઓપનર તરીકેની રેસમાંથી લગભગ બહાર માનવામાં આવી રહ્યો છે. તેની જગ્યાએ શુભમન ગિલને એશિયા કપ અને વર્લ્ડ કપમાં રમાડવામાં આવશે તે લગભગ નક્કી જ છે. શુભમન ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આવી સ્થિતિમાં એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ અપાવવાની જવાબદારી શિખર ધવનને મળે તેવી શક્યતા છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">