AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AFG vs BAN: 21 વર્ષીય બેટ્સમેનોએ બાંગ્લાદેશને હરાવ્યું, સદીઓ પર સદી ફટકારી

રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહીમ ઝદરાને બાંગ્લાદેશ સામે શાનદાર ઈનિંગ્સ રમી હતી અને 256 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. બંનેએ શાનદાર સદી ફટકારી બાંગ્લાદેશ સામે મોટો સ્કોર નોંધાવ્યો હતો.

AFG vs BAN: 21 વર્ષીય બેટ્સમેનોએ બાંગ્લાદેશને હરાવ્યું, સદીઓ પર સદી ફટકારી
Afghanistan
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2023 | 11:54 PM
Share

અફઘાનિસ્તાનની ટીમ તેની સ્પિન બોલિંગ માટે ઘણી પ્રખ્યાત છે. આ ટીમની બોલિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ ટીમમાં રાશિદ ખાન અને નૂર અહેમદ જેવા બોલર્સ છે જે કોઈપણ બેટ્સમેનને મુશ્કેલીમાં મુકવાની શક્તિ ધરાવે છે. પરંતુ શનિવારે બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી બીજી ODIમાં અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ પોતાની તાકાત બતાવી અને જંગી સ્કોર બનાવ્યો હતો. અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામે ઝહુર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં નવ વિકેટ ગુમાવીને 331 રન બનાવ્યા હતા.

રેકોર્ડ ભાગીદારી

રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાનની ઓપનિંગ જોડી ટીમને આ સ્કોર સુધી લઈ ગઈ હતી. આ બંને બેટ્સમેનોએ સદી ફટકારી અને રેકોર્ડ ભાગીદારી કરી. આ બંને 21 વર્ષીય ખેલાડીઓએ બાંગ્લાદેશના બોલરોને જોરદાર ફટકાર્યા હતા અને સેન્ચુરી ફટકારી હતી. આ દરમિયાન બંનેએ પોતાની ટીમ માટે ઘણા રેકોર્ડ બનાવ્યા. બંનેએ પ્રથમ વિકેટ માટે 256 રનની ભાગીદારી કરી હતી. અફઘાનિસ્તાન તરફથી વનડેમાં કોઈપણ વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા આ રેકોર્ડ મોહમ્મદ શહજાદ અને કરીમ સાદિકના નામે હતો, જેમણે 16 ઓગસ્ટ 2010ના રોજ સ્કોટલેન્ડ સામે બીજી વિકેટ માટે 218 રનની ભાગીદારી કરી હતી.

ગુરબાઝના 145, ઝદરાનના 100 રન

ગુરબાઝે આ મેચમાં 125 બોલનો સામનો કર્યો અને 13 ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી 145 રન બનાવ્યા. અફઘાનિસ્તાન તરફથી વનડેમાં આ બીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે. નંબર વન પર ઝદરાન છે, જેણે ગયા વર્ષે નવેમ્બરમાં શ્રીલંકા સામે 162 રનની ઇનિંગ રમી હતી. ઝદરાને પણ આ મેચમાં શાનદાર ઇનિંગ રમી અને 100 રન બનાવ્યા, જેના માટે તેણે 119 બોલનો સામનો કર્યો અને નવ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા.

બાકીના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા

આ બંને સિવાય અફઘાનિસ્તાનના અન્ય કોઈ બેટ્સમેન આવી ઈનિંગ્સ રમી શક્યા નથી. આ બે સિવાય અન્ય કોઈ બેટ્સમેન જો ઝડપી ઈનિંગ્સ રમ્યો હોત તો અફઘાનિસ્તાનનો સ્કોર વધુ થઈ શક્યો હોત. ગુરબાઝ અને ઝદરાન સિવાય માત્ર નજીબુલ્લાહ ઝદરાન અને મોહમ્મદ નબી બે આંકડા સુધી પહોંચી શક્યા હતા. નજીબુલ્લાએ 10 રન બનાવ્યા હતા અને નબી 25 રન બનાવી અણનમ રહ્યો હતો. ટીમના છ બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યા ન હતા.

આ પણ વાંચો : Ashes: ઈંગ્લેન્ડ ટીમના કોચ બ્રેન્ડન મેક્કુલમને સ્ટેડિયમમાં ન મળી એન્ટ્રી, મેચ પહેલા જ થયો હોબાળો

વનડેમાં અફઘાનિસ્તાનો ત્રીજો સૌથી મોટો સ્કોર

અફઘાનિસ્તાને જે સ્કોર બનાવ્યો છે તે વનડેમાં તેનો ત્રીજો સૌથી મોટો સ્કોર છે. અફઘાનિસ્તાને 17 માર્ચ 2017ના રોજ આયર્લેન્ડ સામે ODIમાં તેનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. આ મેચમાં અફઘાનિસ્તાને 338 રન બનાવ્યા હતા. આ પછી અફઘાનિસ્તાને 9 ફેબ્રુઆરી 2018ના રોજ શારજાહમાં ઝિમ્બાબ્વે સામે પાંચ વિકેટ ગુમાવીને 333 રન બનાવ્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">