ગેલ કે ડી વિલિયર્સ નહીં 23 વર્ષની ઉંમરે 85 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને આ બેટ્સમેન બન્યો ક્રિકેટ ઈતિહાસનો સૌથી ઝડપી સદી બનાવનાર !

જેન્ટલમેન ગેમના કોઈ પણ એક ફોર્મેટમાં ભલે ગેલ અથવા એબી સૌથી તેજ સદી ફટકારનાર હોય પરંતુ જ્યારે વાત ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી સદીની હોય તો આ બેટ્સમેનનું જ નામ લેવું પડે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 9:19 AM
ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી સદી કોણે ફટકારી છે? આ પ્રશ્ન ઉદભવતાની સાથે જ પહેલો વિચાર જવાબ તરીકે ક્રિસ ગેલ અથવા એબી ડી વિલિયર્સનું નામ આવે છે. પરંતુ, આ બંને જવાબ ખોટા છે. ગેલ અથવા એબી જેન્ટલમેન ગેમના કોઈપણ એક ફોર્મેટમાં સદી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન હોઈ શકે છે. પરંતુ, જ્યારે ક્રિકેટ ઈતિહાસની સૌથી ઝડપી સદીની વાત આવે છે, ત્યારે ત્રિનિદાદ અન્ડ ટોબેગોના ક્રિકેટર ઈરાક થોમસ મારનું નામ આવે છે. થોમસે આ કમાલ વર્ષ 2016માં 23 વર્ષની ઉંમરે કર્યું હતું. તેમને સર ડોન બ્રેડમેનના 22 બોલમાં બનાવેલો રેકોર્ડ તોડ્યો હતો. ત્યારે બ્રેડમેનના રેકોર્ડેને 85 વર્ષ પૂરા થઈ ચૂક્યા હતા.

1 / 5
ડોન બ્રેડમેને વર્ષ 1931માં ગામડાની રમતમાં માત્ર 22 બોલમાં સદી ફટકારી હતી. બ્રેડમેને તેની સદી 22 બોલમાં માત્ર 3 ઓવરમાં 99 રન બનાવ્યા હતા. બ્રેડમેને પ્રથમ ઓવરમાં 33 રન, બીજી ઓવરમાં 40 રન અને ત્રીજી ઓવરમાં 27 રન બનાવ્યા હતા. બ્રેડમેનની ઇનિંગમાં 10 છગ્ગા અને 9 ચોગ્ગા સામેલ હતા.

2 / 5
વર્ષ 2016માં એટલે કે 85 વર્ષ બાદ બ્રેડમેનના 22 બોલ પર ક્રિકેટના ઈતિહાસના સૌથી ઝડપી સદીનો એ રેકોર્ડ ટુટી ગયો, જ્યારે 23 વર્ષના ઈરાક થોમસે ટોબેગો ક્રિકેટ એસોશિએસન દ્વારા આયોજીત ટી20 મેચમાં માત્ર 21 બોલમાં સદી ફટકારી. તેની આ ઇનિંગમાં થોમસે 15 સિક્સર ફટકારી હતી, જેમાં 3 વખત બોલ સ્ટેડિયમની આરપાર ગયો હતો. આ સિવાય ઈનિંગમાં 5 ચોગ્ગા પણ સામેલ હતા.

3 / 5
ઇરાક થોમસ અને ડોન બ્રેડમેન પછી ક્રિસ ગેલનો નંબર આવે છે, જેણે પ્રોફેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. ગેઈલે IPL 2013માં પુણે વોરિયર્સ સામે માત્ર 30 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

4 / 5
ગેલ પછી દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન એબી ડી વિલિયર્સનો નંબર આવે છે, જેણે વનડેમાં 31 બોલમાં સદી ફટકારી હતી. જે ODI ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો વર્લ્ડ રેકોર્ડ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">