તેમાં કોઈ શંકા નથી કે વનડે કેપ્ટન તરીકે વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર છે. વિરાટની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ 19માંથી 15 ODI દ્વિપક્ષીય શ્રેણી જીતી છે. ઘરની ધરતી પર, તેણે 9માંથી 8 દ્વિપક્ષીય શ્રેણી જીતી પરંતુ વિરાટ ICC ટૂર્નામેન્ટ જીતવામાં નિષ્ફળ રહ્યો. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2017, વર્લ્ડ કપ 2019 જીતવાથી ચૂકી ગઈ હતી અને T20 વર્લ્ડ કપ 2021માં સેમિફાઈનલમાં પણ પહોંચી શકી નહોતી. તે વાત ક્યાંક ને ક્યાંક વિરાટ કોહલીની વિરુદ્ધ ગઇ છે.