Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: બાંગ્લાદેશના બુમરાહનો સામનો કરવા ટીમ ઈન્ડિયાની તૈયારી, 6.5 ફૂટના બોલરને બોલાવ્યો

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં ફાસ્ટ બોલર નાહિદ રાણા ટીમ ઈન્ડિયા માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં નાહિદ રાણાનો આસાનીથી સામનો કરવા માટે ટીમ ઈન્ડિયાએ પંજાબના ગુરનૂર બ્રારને કેમ્પમાં બોલાવ્યો છે. આ છ ફૂટ 4.5 ઈંચનો બોલર ભારતીય બેટ્સમેનોને તૈયાર કરી રહ્યો છે.

IND vs BAN: બાંગ્લાદેશના બુમરાહનો સામનો કરવા ટીમ ઈન્ડિયાની તૈયારી, 6.5 ફૂટના બોલરને બોલાવ્યો
Team India (Photo – PTI)
Follow Us:
| Updated on: Sep 14, 2024 | 8:23 PM

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં ફાસ્ટ બોલર નાહિદ રાણા ટીમ ઈન્ડિયા માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં નાહિદ રાણા સાથે વ્યવહાર કરવા માટે ટીમ ઈન્ડિયાએ પંજાબના ગુરનૂર બ્રારને કેમ્પમાં બોલાવ્યા છે. આ છ ફૂટ 4.5 ઈંચનો બોલર ભારતીય બેટ્સમેનોને તૈયાર કરી રહ્યો છે.

નાહિદ રાણાનો સામનો કરવા ટીમ ઈન્ડિયાની તૈયારી

બાંગ્લાદેશ સામે રમાનાર બે મેચની ટેસ્ટ શ્રેણી ટીમ ઈન્ડિયા માટે ઘણી મહત્વની બની રહી છે. ભારતીય ખેલાડીઓ આ શ્રેણી માટે સખત પ્રેક્ટિસ કરી રહ્યા છે. જોકે, બાંગ્લાદેશ ભારત આવે તે પહેલા એક ખેલાડી સમાચારમાં છે. આ ખેલાડીનું નામ નાહિદ રાણા છે. નાહિદ રાણા બાંગ્લાદેશના સૌથી ઝડપી બોલરોમાંથી એક છે. નાહિદની ઊંચાઈ લગભગ 6.5 ફૂટ છે. તેને જસપ્રીત બુમરાહની જેમ જ વિકેટટેકર બોલર માનવામાં આવી રહ્યો છે. આ બોલરનો સામનો કરવા માટે ટીમ ઈન્ડિયાએ ખાસ બોલરને બોલાવ્યો છે.

છ ફૂટ 4.5 ઈંચના ગુરનૂર બ્રારનો કેમ્પમાં સમાવેશ

ગૌતમ ગંભીરની ટીમે ટેસ્ટ શ્રેણીની તૈયારીઓ માટે પોતાના કેમ્પમાં ઘણા યુવા બોલરોને સામેલ કર્યા છે. ચાર દિવસીય કેમ્પમાં નેટ્સ બોલર તરીકે બોલાવવામાં આવેલા ઝડપી બોલરોમાંથી એક પંજાબનો ગુરનૂર બ્રાર છે. ગુરનૂર બ્રારે અત્યાર સુધીમાં પાંચ ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે અને તે ગત સિઝનમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન પંજાબ કિંગ્સ સાથે પણ હતો. ગુરનૂર બ્રારની ઊંચાઈ છ ફૂટ 4.5 ઈંચ છે અને તે ઝડપી ગતિએ બોલ ફેંકવાની ક્ષમતા ધરાવે છે.

Plant In Pot : લવંડરના છોડને ઘરે સરળ ટીપ્સથી ઉગાડો
આ રીતે જીરું ખાવાનું શરૂ કરો, તમારું પેટ સ્વસ્થ રહેશે
'મારો બેસ્ટફ્રેન્ડ જ મારો પતિ હશે' ! RJ મહવશની પોસ્ટ વાયરલ, ફેન્સ બોલ્યા-સબંધો પાક્કા?
લોકો કેમ ઘરની બહાર લાલ અને ભૂરા રંગની પાણી ભરીને બોટલ મૂકે છે?
ભગવાનને કાપેલા ફળો ધરાવવા કે આખા ફળ ધરાવવા ? જાણો પ્રેમાનંદ મહારાજ પાસેથી
ઘરમાં અચાનક પોપટનું આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં

બેટ્સમેનોને થશે ફાયદો

એવું માનવામાં આવે છે કે ગુરનૂરને બાંગ્લાદેશના ફાસ્ટ બોલર નાહિદ રાણાની બોલિંગ એક્શન માટે ખાસ બોલાવવામાં આવ્યો છે, જેણે તાજેતરમાં જ રાવલપિંડીમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ લીધી હતી. રાણાની બોલિંગની ખાસિયત એ છે કે તેની છ ફૂટ પાંચ ઈંચની ઊંચાઈને કારણે તેને બાઉન્સ મળે છે. આવી સ્થિતિમાં ગુરનૂર બ્રાર ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

કોણ છે ફાસ્ટ બોલર નાહિદ રાણા?

21 વર્ષના ફાસ્ટ બોલર નાહિદ રાણાએ અત્યાર સુધી માત્ર 3 ટેસ્ટ મેચ રમી છે. તે સતત 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી શકે છે. તેણે બાંગ્લાદેશ માટે અત્યાર સુધી 3 ટેસ્ટ મેચમાં 11 વિકેટ લીધી છે. જ્યારે તેના ફર્સ્ટ ક્લાસ કરિયરની વાત કરીએ તો તેણે 18 મેચમાં 74 વિકેટ ઝડપી છે. લિસ્ટ Aમાં પણ તેણે 10 મેચમાં 26 વિકેટ લીધી છે.

મોર્ને મોર્કલે બોલરોને આપી સલાહ

મુંબઈનો ઓફ સ્પિનર ​​હિમાંશુ સિંહ પણ નેટ્સ બોલરોમાં સામેલ છે. તમિલનાડુના ડાબા હાથના સ્લો બોલર એસ અજિત રામે પણ નેટ્સમાં ઘણો પરસેવો પાડ્યો હતો. ભારતના નવા બોલિંગ કોચ મોર્ને મોર્કેલ સ્ટાર બેટ્સમેનોને કેવી રીતે બોલિંગ કરવી તેની સલાહ આપતો જોવા મળ્યો હતો. બીજી તરફ નેટ્સમાં બીજા દિવસે ઝડપી બોલર આકાશ દીપ અને યશ દયાલે બુમરાહ અને સિરાજ કરતા વધુ બોલિંગ કરી હતી.

આ પણ વાંચો: IND vs BAN: ચેન્નાઈમાં બાંગ્લાદેશને હરાવવા ટીમ ઈન્ડિયાનો ખાસ પ્લાન, પિચને લઈ થયો મોટો ખુલાસો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">