ઋષભ પંત બની ગયો ‘કાલીન ભૈયા’! IPL Auction 2025 માં બિડનો સૌથી મોટો રેકોર્ડ તોડતાની સાથે આ Video થયો વાયરલ
ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને મેગા ઓક્શનમાં 27 કરોડ રૂપિયાની બોલી લાગી હતી. ઋષભ પંત, જે 2016 થી 2024 સુધી દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો, તે હવે લખનૌ સુપરજાયન્ટ્સ તરફથી રમશે.
પ્રથમ વખત હરાજીમાં આવેલા ઋષભ પંતે થોડી જ મિનિટોમાં આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનવાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. લખનૌ સુપર જાયન્ટ્સે સ્ટાર વિકેટકીપર માટે 27 કરોડ રૂપિયાની જોરદાર બોલી લગાવીને બધાને ચોંકાવી દીધા હતા. આ રીતે લખનઉ સુપર જાયન્ટ્સે સંભવતઃ તેમનો નવો કેપ્ટન પસંદ કર્યો છે. થોડીવાર પહેલા જ શ્રેયસ અય્યર 26 કરોડ 75 લાખ રૂપિયાની જોરદાર બોલી લગાવીને પંજાબ કિંગ્સ સાથે જોડાયો હતો, જે IPLની સૌથી મોટી બોલીનો રેકોર્ડ પણ હતો. આ સાથે જ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થયા હતા.
Bhaiya me bhaiya, Rishabh bhaiya pic.twitter.com/ej1v5wloVH
— Lucknow Super Giants (@LucknowIPL) November 24, 2024
2016માં ફાઇનલમાં પહોંચેલી અંડર-19 વર્લ્ડ કપ ટીમનો વિકેટકીપર ઋષભ પંત દિલ્હી માટે સ્થાનિક ક્રિકેટ રમે છે. મોટા શોટ મારવાની તેની ક્ષમતાએ તેને IPLમાં તરત જ પ્રવેશ અપાવ્યો. દિલ્હી ડેરડેવિલ્સ (દિલ્હી કેપિટલ્સ)એ તેને ઉમેર્યો. 2016 થી 2022 સુધી, તેણે સતત દિલ્હી માટે તાકાત બતાવી. ઋષભ પંતે દિલ્હી કેપિટલ્સ માટે 111 મેચમાં 3284 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 18 અડધી સદી સામેલ છે. 128 તેનો શ્રેષ્ઠ સ્કોર રહ્યો છે, જે તેણે 2018માં બનાવ્યો હતો.
IPLમાં ઋષભ પંતનું સિઝન મુજબનું બેટિંગ પ્રદર્શન
- 2024: 446 રન
- 2022- 340 રન
- 2021- 419 રન
- 2020- 343 રન
- 2019- 488 રન
- 2018- 684 રન
- 2017- 366 રન
- 2016- 198 રન
IPL ઋષભ પંત છેલ્લા આઠ વર્ષથી દિલ્હી કેપિટલ્સનો અભિન્ન ભાગ હતો. 2016માં યુવા વિકેટકીપર બેટ્સમેનને સામેલ કર્યા બાદ દિલ્હી ફ્રેન્ચાઈઝીએ તેને કેપ્ટનનો દરજ્જો આપ્યો હતો. પરંતુ 2025 માટે યોજાનારી મેગા ઓક્શન પહેલા દિલ્હીએ તેને બહાર કરીને ચોંકાવી દીધા હતા. 2021 માં, શ્રેયસ ઐયરની ઈજાને કારણે તેને ટીમની કેપ્ટનશીપ મળી. એક જીવલેણ અકસ્માતને કારણે 2023ની સિઝન ચૂકી ગયા બાદ, તેણે 2024માં જોરદાર વાપસી કરી અને ત્રણ અડધી સદી સાથે 446 રન બનાવ્યા. મહત્વનું છે કે, ઋષભ પંતની જાહેરાત થતાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો.
ખબ્બુ વિકેટકીપર બેટ્સમેનના રેકોર્ડ તેની પ્રતિભાની સાક્ષી આપતા નથી. ખાસ કરીને T-20 ક્રિકેટમાં. 27 વર્ષીય ખેલાડીએ ભારત માટે 76 T20 મેચ રમી છે, જેમાં તેણે 23.25ની નબળી સરેરાશથી માત્ર 1209 રન જ બનાવ્યા છે.
BREAKING RECORD
Rishabh Pant now holds the title for the MOST EXPENSIVE INDIAN PLAYER EVER in IPL history!
Sold to LSG for a staggering 27 Crores #IPLAuction #IPLAuction2025 #IPL2025 #RishabhPant #IPLretention pic.twitter.com/ZCszfMC82B
— Captain America (@captain_am69589) November 24, 2024
પંતે માત્ર ત્રણ અડધી સદી ફટકારી છે જ્યારે ચાહકો હજુ પણ તેની પ્રથમ સદીની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ, ટેસ્ટ ક્રિકેટમાં તેની એવરેજ વધીને 44.14 અને ODIમાં 33.50 થઈ ગઈ છે. આ ખતરનાક બેટ્સમેને આ બંને ફોર્મેટમાં સદી ફટકારી છે.