IPL 2021: સનરાઈઝર્સ હૈદરાબાદનો બોલર ખૂબસૂરત ગર્લફ્રેન્ડ સાથે લગ્નના બંધને બંધાયો, જુઓ તસ્વીરો
IPLની 14મી સિઝનનો બીજો તબક્કો આગામી મહિને શરુ થનારો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડીયન્સની ટીમ યુએઈ પહોંચી ચુકી છે. હૈદરાબાદની ટીમનો આ ખેલાડી યુએઈ માટે ઉડાન ભરતા અગાઉ લગ્નના બંધને બંધાઈ ચુક્યો છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ના ફાસ્ટ બોલર સંદીપ શર્માએ IPLના બીજા તબક્કાની શરૂઆત પહેલા પોતાના જીવનની નવી ઈનિંગ શરૂ કરી છે. સંદીપ શર્મા (Sandeep Sharma)એ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. આઈપીએલ 2018ની હરાજીમાં સંદીપ પહેલા ઓરેન્જ આર્મીમાં 3 કરોડ રૂપિયામાં જોડાયો હતો અને ત્યારથી તે જ ટીમ સાથે છે. નવા બોલના નિષ્ણાત સંદીપે સનરાઈઝર્સ માટે અત્યાર સુધી 39 વિકેટ ઝડપી છે.

સંદીપ શર્માએ લાંબા સમયથી ગર્લફ્રેન્ડ નતાશા સાત્વિક (Natasha Sathwick) સાથે લગ્ન કર્યા છે. બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા. પરિવારની સંમતિથી બંનેએ ત્રણ વર્ષ પહેલા સગાઈ કરી હતી. સંદીપ અવારનવાર સોશિયલ મીડિયા પર નતાશા સાથેની તસવીરો શેર કરતો રહ્યો છે.

સંદિપની આઈપીએલ ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદે ચાહકોને સંદીપના લગ્ન વિશે જણાવ્યું હતું. તેણે આ બંનેના લગ્નની તસવીર શેર કરીને આ નવા દંપતીને અભિનંદન આપ્યા હતા. ઓરેન્જ આર્મી પરિવારમાં નતાશાનું પણ સ્વાગત કર્યું હતુ.

નતાશા સાત્વિક વ્યવસાયે જ્વેલરી ડિઝાઈનર છે. તે બેંગ્લોરમાં રહે છે અને ડિજિટલ માર્કેટિંગ નિષ્ણાત પણ છે. નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લગ્ન અને મહેંદીની ઘણી તસવીરો શેર કરી છે. તે જ સમયે તેના ફીડ પર પણ સંદીપ સાથે ઘણી તસ્વીરો છે.

વર્ષ 2015માં સંદિપ શર્માએ ભારતીય ટીમ વતીથી T20 મેચ રમી હતી. જોકે ત્યારબાદ તેને ફરી થી ટીમમાં મોકો નહોતો મળ્યો. જે વખતે તે ઝિમ્બાબ્વે સામે મેચ રમ્યો હતો. સંદિપે 2 મેચ રમીને 1 વિકેટ મેળવી હતી.

આઈપીએલ 2021ના પ્રથમ હાલ્ફ સંદિપ માટે મુશ્કેલ રહ્યો હતો. તે 3 મેચો રમીને માત્ર 1 જ વિકેટ મેળવી શક્યો હતો. યુએઈમાં રમાનારા બીજા હાલ્ફમાં મજબૂત રીતે પરત ફરવાનો તેનો ઈરાદો છે.

વર્ષ 2013થી સંદિપ આઈપીએલનો હિસ્સો છે. તેણે આઈપીએલમાં 95 મેચો રમી છે. આઈપીએલમાં તેના નામે કુલ 110 વિકેટ નોંધાયેલ છે. જેમાં તેની ઈકોનોમી 7.79ની રહી છે.