ભારતીય ટીમ સીરિઝ જીતી, કોચ અને કેપ્ટને શબ્દો નહીં અનોખી રીતે કર્યું સેલિબ્રેશન જુઓ વીડિયો
ભારતીય ટીમની ઈંગ્લેન્ડ વિરુદ્ધ રાંચીમાં ટેસ્ટ સીરિઝની વિનિંગ મોમેન્ટ જોવા લાયક હતી. મેદાન પર શુભમન ગિલ અને ધ્રુવ જુરેલ ખુબ જ ઉત્સાહમાં હતા. કોચ રાહુલ દ્રવિડ ડ્રેસિંગ રુમમાં જીત બાદ અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા.
ભારતીય ટીમે રાંચીના મેદાન પર 5 મેચની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ જીતી અને આ સાથે સીરિઝમાં લીડ બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ ધર્મશાળામાં આયોજીત થનારી મેચમાં હારી પણ જાય તો સીરિઝ ભારતીય ટીમના નામ થશે. જો રાંચીની આપણે વાત કરીએ તો વિનિંગ મોમેંટ જોવા લાયક હતી કારણ કે, મેદાન પર ધ્રુવ જુરેલ અને શુભમન ગિલ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. જ્યારે ડ્રેસિંગ રુમમાં રાહુલ દ્રવિડ અલગજ મુડમાં જોવા મળ્યા હતા.
No words just pure emotions
A series win to remember #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/AtyB7tJq4c
— BCCI (@BCCI) February 26, 2024
વિનિંગ રન ધ્રુવ જુરેલના બેટમાંથી આવ્યા
રાંચીમાં રોમાંચક ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટથી જીતી લીધી છે. એક સમયે જીત મુશ્કેલ લાગતી હતી કારણ કે, 5 વિકેટ 120 રન પર હતી હજુ પણ ટીમને જીતવા માટે 72 રન બનાવવાના હતા. શુભમન ગિલને સાથ આપનાર ધ્રુવ જુરેલ આવ્યો. પહેલી ઈનિગ્સમાં 90 રન બનાવ્યા હતા. જુરેલે શાનદાર બેટિંગ કરી અને ગિલે દબાવ દુર કર્યો. ટુંક સમયમાં જ બંન્ને ટીમને આગળ વધારી અને જીતની નજીક પહોંચાડી હતી. ત્યારબાદ શુભમન ગિલે 2 સિક્સ ફટકારી અડધી સદી પુરી કરી અને વિનિંગ રન ધ્રુવ જુરેલના બેટમાંથી આવ્યા હતા. ત્યારબાદ બંન્ને મેદાન પર ઝુમવા લાગ્યા હતા.
સીરિઝ જીતવાનો ઉત્સાહ કાંઈ અલગ જ
ડ્રેસિંગ રુમમાં ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ, ફીલ્ડિંગ કોચ અને બેટિંગ કોચની સાથે સાથે સપોર્ટ સ્ટાફના સભ્યો ખેલાડીઓ અને કેપ્ટન રોહિત શર્મા ખુશ જોવા મળ્યા હતા. સીરિઝ જીતવાનો ઉત્સાહ કાંઈ અલગ જ હતો. ટીમ પાસે અનુભવ વાળા ખેલાડીઓ ન હતા. તેની પાસે એવી ખેલાડીઓ હતા જેમની પાસે 2 થી 3 મેચનો તો કેટલાક પાસે 5 થી 7 મેચ રમવાનો અનુભવ હતો.
આ પણ વાંચો : ક્રિકેટરોની સેલરી વધશે, BCCI ટેસ્ટ રમતા ખેલાડીઓના પગારમાં વધારો કરી શકે છે