Border Gavaskar Trophy : કેએલ રાહુલ સાથે ચીટિંગ થઇ ? થર્ડ અમ્પાયરના નિર્ણયથી પર્થ ટેસ્ટમાં ધમાલ મચી
પર્થ ટેસ્ટમાં કે.એલ રાહુલ 26 રન બનાવી આઉટ થયો હતો પરંતુ તે પોતાની વિકેટથી ખુશ ન હતો. જેનાથી દિગ્ગજોનું માનવું છે કે, કે.એલ રાહુલને ખોટી રીતે આઉટ આપવામાં આવ્યો છે. જાણો શું છે સમગ્ર મામલો.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાઈ રહી હોય અને કોઈ વિવાદ ન થાય તે શક્ય નથી, કારણ કે, આ વિવાદો સામાન્ય થઈ ચૂક્યા છે, ક્યારે ખેલાડીઓની તો ક્યારેક અમ્પાયર વચ્ચે વિવાદ થાય છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી જ મેચ શરુ થતાં વિવાદમાં આવી છે. આ વિવાદ કે.એલ રાહુલ સાથે જોડાયેલો છે. પર્થ ટેસ્ટમાં કે.એલ રાહુલ મિચેલ સ્ટાર્કનો શિકાર બન્યો છે. ઓસ્ટ્રેલિયાએ અપીલ કરી પરંતુ ફીલ્ડ અમ્પાયરે રાહુલને આઉટ કર્યો ન હતો. પરંતુ થર્ડ અમ્પાયરના કહેવા પર તેમણે પોતાનો નિર્ણય બદલવા પર મજબુર થવું પડ્યું હતુ. જેનાથી કે.એલ રાહુલ તો નારાજ થયો હતો ત્યારે ચાહકો પણ ગુસ્સામાં છે.
કે.એલ રાહુલની વિકેટ પર મચી ધમાલ
હવે સવાલ છે કે, કે.એલ રાહુલની વિકેટ પર ધમાલ કેમ મચી છે. તો આવું એટલા માટે થયું કારણ કે, થર્ડ અમ્પાયરે આઉટનો વીડિયો જોયા બાદ ફીલ્ડ અમ્પાયરે નિર્ણય બદલી નાઁખ્યો.સ્નિકોમીટરમાં એ જાણ થતી ન હતી કે, બોલ પેડ પર લાગ્યો કે બેટ પર.
DRS to the rescue for Australia!
Snicko shows an edge and KL Rahul goes.
Starc has 2/6 in his 7th over #AUSvIND pic.twitter.com/R4mW3yE3VM
— 7Cricket (@7Cricket) November 22, 2024
અમ્પાયરે અંધારામાં ગોળી મારી
પર્થમાં થર્ડ અમ્પાયરના નિર્ણય બાદ કે.એલ રાહુલના ચેહરા પર હાવભાવને સમજી શકાય છે. રાહુલ વિરુદ્ધ આ નિર્ણયની ખુબ ચર્ચા થઈ રહી છે. વસીમ અકરમે તો કોમેન્ટ્રી બોક્સમાં સીધા શબ્દોમાં કહ્યું કે, અમ્પાયરે અંધારામાં તીર ચલાવ્યું છે.
“His pad and bat are not together at that point in time as the ball passes.
“It’s (bat hitting pad) after, in fact, the ball passes the edge. Does Snicko pick up the sound of the bat hitting the pad?
“We’re assuming (Snicko) may be the outside edge of the bat but that may not… pic.twitter.com/hvG0AF9rdo
— 7Cricket (@7Cricket) November 22, 2024
કે.એલ રાહુલે 74 બોલમાં 26 રન બનાવી આઉટ થયો છે. આ ઈનિગ્સ દરમિયાન તેમણે ટેસ્ટમાં પોતાના 3000 રન પણ પૂર્ણ કર્યા છે. કે.એલ રાહુલની વિકેટ પર હવે પૂર્વ ભારતીય ક્રિકેટરો પણ સવાલો ઉઠાવી રહ્યા છે.