IND vs NZ: વિરાટ કોહલીએ તોડ્યો એમએસ ધોનીનો મોટો રેકોર્ડ, ન્યુઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં મેળવી આ સિદ્ધિ

વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં મેદાનમાં ઉતરતાની સાથે જ એમએસ ધોનીનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો હતો. હવે માત્ર સચિન તેંડુલકર જ વિરાટ કોહલીથી આગળ છે. ભારતની પ્લેઈંગ ઈલેવનની જાહેર થતાની સાથે જ કોહલીના નામે આ મોટી સિદ્ધિ નોંધાઈ ગઈ હતી.

IND vs NZ: વિરાટ કોહલીએ તોડ્યો એમએસ ધોનીનો મોટો રેકોર્ડ, ન્યુઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં મેળવી આ સિદ્ધિ
Virat Kohli & MS DhoniImage Credit source: PTI/GETTY
Follow Us:
| Updated on: Oct 17, 2024 | 3:15 PM

વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ બેંગલુરુ ટેસ્ટમાં એમએસ ધોનીનો મોટો રેકોર્ડ તોડ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરતાની સાથે જ વિરાટ કોહલીના નામે એક મોટી સિદ્ધિ નોંધાઈ ગઈ. ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમવા મામલે કોહલીએ ધોનીને પાછળ છોડ્યો છે.

વિરાટે તોડ્યો ધોનીનો મોટો રેકોર્ડ

ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચો રમવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે, જેમણે પોતાની કારકિર્દીમાં 664 મેચ રમી હતી. તે પછી, એમએસ ધોની 535 મેચ સાથે આ યાદીમાં બીજા સ્થાને હતો. પરંતુ, વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે મેદાનમાં ઉતરતાની સાથે જ ધોનીને ત્રીજા નંબર પર ધકેલી દીધો હતો. ન્યુઝીલેન્ડ સામે બેંગલુરુમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ વિરાટ કોહલીની કારકિર્દીની 536મી આંતરરાષ્ટ્રીય મેચ છે.

સવારે ખાલી પેટે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે?
છોડના પાન પર વારંવાર આવી જાય છે ફૂગ ? આ ટીપ્સ અપનાવો
Spinach : લીલી શાકભાજી પાલકમાં કયા વિટામિન હોય છે? નિષ્ણાતો પાસેથી જાણો
આજનું રાશિફળ તારીખ : 17-10-2024
લોરેન્સ બિશ્નોઈના દુશ્મનોનું લિસ્ટ, જુઓ યાદીમાં કોના નામ ?
લીંબુ ખાવાના પણ નિયમ ! રસોડાની આ ભૂલ તમારા સ્વાસ્થ્ય પર કરશે મોટી અસર, જાણો

રોહિત શર્માનું નામ પણ ટોપ 5માં

સચિન, વિરાટ અને ધોની સિવાય રાહુલ દ્રવિડ એકમાત્ર એવો ભારતીય ખેલાડી છે જેણે ભારત માટે 500 કે તેથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ભારત માટે 504 આંતરરાષ્ટ્રીય મેચ રમીને દ્રવિડ ચોથા સ્થાને છે. ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન રોહિત શર્મા માટે ન્યુઝીલેન્ડ સામેની બેંગલુરુ ટેસ્ટ તેની કારકિર્દીની 486મી આંતરરાષ્ટ્રીય મેચ છે. સૌથી વધુ ઈન્ટરનેશનલ મેચ રમનાર ભારતીય ખેલાડીઓમાં રોહિત શર્મા પાંચમાં સ્થાને છે.

કોહલી બેંગલુરુ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો

ન્યુઝીલેન્ડ સામે બેંગલુરુ ટેસ્ટમાં સૌથી વધુ મેચ રમવાના મામલે ધોનીને પાછળ છોડનાર વિરાટ કોહલીના પ્રદર્શનની વાત કરીએ તો, તે 9 બોલનો સામનો કર્યા પછી પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. લાંબા સમય બાદ નંબર 3 પર બેટિંગ કરવા આવેલા વિરાટનું ફરી એકવાર ખરાબ પ્રદર્શન રહ્યું હતું.

આ પણ વાંચો: IND Vs NZ: ભારતના 5 બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા નહિ, 46 રનમાં ટીમ ઓલઆઉટ થતાં 37 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટના વાગુદડ ખાતે ગેરકાયદેસર બનાવેલા આશ્રમ પર ફરી વળ્યું બુલડોઝર
રાજકોટના વાગુદડ ખાતે ગેરકાયદેસર બનાવેલા આશ્રમ પર ફરી વળ્યું બુલડોઝર
અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્ય પર ઘેરાયુ વધુ એક માવઠાનું સંકટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્ય પર ઘેરાયુ વધુ એક માવઠાનું સંકટ
દિવાળી પહેલા EDની તવાઈ, ગુજરાતની 23 કંપનીઓ પર દરોડા
દિવાળી પહેલા EDની તવાઈ, ગુજરાતની 23 કંપનીઓ પર દરોડા
થલતેજમાં બંધ પડેલા આવાસને લઈ તંત્ર હરકતમાં, AMCએ લીધો મોટો નિર્ણય
થલતેજમાં બંધ પડેલા આવાસને લઈ તંત્ર હરકતમાં, AMCએ લીધો મોટો નિર્ણય
પોરબંદરના રાણાવાવ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો
પોરબંદરના રાણાવાવ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો
અમરેલીના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ
અમરેલીના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ
ગુજરાતમાં વંટોળ સાથે વરસાદની આગાહી ! આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વંટોળ સાથે વરસાદની આગાહી ! આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે 'જુનિયર પ્રભાત'ની શરૂઆત
અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે 'જુનિયર પ્રભાત'ની શરૂઆત
આ જગ્યાએ આવેલા છે ભૂતિયા જંગલો, જ્યાં જોવા મળે છે વૃક્ષોના મૃતદેહ !
આ જગ્યાએ આવેલા છે ભૂતિયા જંગલો, જ્યાં જોવા મળે છે વૃક્ષોના મૃતદેહ !
g clip-path="url(#clip0_868_265)">