ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ધોઈ નાખ્યું, પાક ટીમની પ્રથમ ટેસ્ટમાં શરમજનક હાર, 147 વર્ષમાં પહેલી વાર આવી હાર નોંધાઈ

પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ મુલતાન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાનને ઈગ્લેન્ડે એક ઇનિંગ્સ અને 47 રનથી હરાવી દીધુ છે. આ મેચમાં પાકિસ્તાનને એવી હારનો સામનો કરવો પડ્યો હતો, જે આ પહેલા અન્ય ટીમ આ પ્રકારે હારી નથી.

ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ધોઈ નાખ્યું, પાક ટીમની પ્રથમ ટેસ્ટમાં શરમજનક હાર, 147 વર્ષમાં પહેલી વાર આવી હાર નોંધાઈ
Image Credit source: Stu Forster/Getty Images)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2024 | 1:33 PM

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે, પાકિસ્તાન પ્રવાસની શરૂઆત વિક્રમી જીત સાથે કરી છે. બંને ટીમો વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ મુલતાન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે એક દાવ અને 47 રને ભવ્ય જીત મેળવી હતી. પાકિસ્તાન માટે આ તેમના ક્રિકેટ ઈતિહાસની સૌથી શરમજનક હાર છે. આ હાર સાથે પાકિસ્તાન ક્રિકેટના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાઈ ગયો છે. પાકિસ્તાનની ટીમને એવી હારનો સામનો કરવો પડ્યો છે જે ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં અન્ય કોઈ ટીમે કર્યો ના હતો.

પાકિસ્તાન ક્રિકેટ માટે સૌથી શરમજનક દિવસ

પાકિસ્તાનની ટીમે પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 556 રનનો ખડકલો કર્યો હતો. આવી સ્થિતિમાં પાકિસ્તાને મેચની શરૂઆત ખૂબ જ સારી રીતે કરી હતી. મેચના પહેલા સાડા ત્રણ દિવસ સુધી રમત ડ્રો તરફ આગળ વધી રહી હતી, પરંતુ ચોથા દિવસના છેલ્લા સત્રથી મેચે એવો નવો વળાંક લીધો કે પાકિસ્તાનને ઇનિંગ્સ અને 47 રનથી હારનો સામનો કરવો પડ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ ટીમ પહેલી ઈનિંગમાં 500થી વધુ રન બનાવ્યા બાદ પણ કોઈ ટેસ્ટ મેચ ઈનિંગથી હારી ગઈ હોય.

ઈંગ્લેન્ડની ટીમનું જોરદાર પ્રદર્શન

556 રનના જવાબમાં ઈંગ્લેન્ડે 150 ઓવરમાં 823 રન બનાવી પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. આ રીતે ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 267 રનની લીડ મેળવી હતી. પરંતુ આ સપાટ પીચ પર પાકિસ્તાનનો બીજો દાવ માત્ર 220 રનમાં જ સમેટાઈ ગયો હતો, જેના કારણે પાકિસ્તાનને ઈનિંગથી હારનો સામનો કરવો પડ્યો. રમતના અંતિમ દિવસે પાકિસ્તાને 152 રનથી આગળ રમવાનું શરૂ કર્યું અને તેના હાથમાં 4 વિકેટ બાકી હતી. પરંતુ પાકિસ્તાનની ટીમ પાંચમા દિવસે મેદાન પર એક સેશન પણ ટકી શકી ના હતી.

Jaggery Benefits : રોજ થોડોક ગોળ ખાવાથી શું ફાયદો થાય છે?
ગિલોય અને હળદરનું પાણી પીવાથી થાય છે અનેક લાભ
શાહરૂખ ખાનના બર્થડે સેલિબ્રેશનની Inside તસવીર, જુઓ કોણ આવ્યું હતું પાર્ટીમાં?
કયા વિટામિનની ઉણપથી ગળામાં ચાંદા પડે છે?
મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંને 'સિંઘમ અગેઇન'થી કરશે મોટી કમાણી, જાણો કેવી રીતે?
High Blood Pressure : કયા વિટામિનની કમી થી બ્લડ પ્રેશર વધે છે?

જો રૂટ અને હેરી બ્રુક જીતના હીરો

આ મેચમાં ઈગ્લેન્ડના જો રૂટ અને હેરી બ્રુકે પાકિસ્તાની બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. જો રૂટે પ્રથમ દાવમાં 262 રન બનાવ્યા હતા, જ્યારે હેરી બ્રુકે ત્રેવડી સદી ફટકારીને 317 રન બનાવ્યા હતા. હેરી બ્રુક ઈંગ્લેન્ડ તરફથી સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન પણ બન્યો હતો. બીજી તરફ, બંને ખેલાડીઓ વચ્ચે 454 રનની વિક્રમી ભાગીદારી થઈ હતી, જે ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ વિકેટની સૌથી મોટી ભાગીદારી નોંધાઈ છે.

g clip-path="url(#clip0_868_265)">