રાજકોટ: ધોરાજીના ઝાંઝમેર ગામે SOGના દરોડા: ફેટ વધારવા દૂધમાં ભેળસેળનું મોટું કૌભાંડ ઝડપાયું
રાજકોટ ગ્રામ્ય SOGએ એક ગુપ્ત માહિતીના આધારે ધોરાજીના ઝાંઝમેર ગામે આવેલી ‘દ્વારકાધીશ ડેરી’ પર દરોડા પાડી ભેળસેળિયા દૂધના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આરોગ્ય વિભાગની ટીમ સાથે રાખી પોલીસે 400 લીટર દૂધનો જથ્થો સીઝ કરી નમૂના પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા છે.
લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે લાલ આંખ કરતા રાજકોટ ગ્રામ્ય SOGએ ધોરાજીના ઝાંઝમેર ગામમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગામમાં આવેલી દ્વારકાધીશ દૂધની ડેરીમાં વધુ ફેટ બતાવવા માટે દૂધમાં જોખમી ભેળસેળ કરવામાં આવતી હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.
આ ઓપરેશન દરમિયાન પોલીસે આશરે 400 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ડેરીના સંચાલકો રાજુ ઉર્ફે રાહુલ કસોટીયા અને સાગર કસોટીયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તાત્કાલિક આરોગ્ય વિભાગના અધિકારીઓને જાણ કરી હતી, જેમણે સ્થળ પર પહોંચી દૂધના સેમ્પલ મેળવ્યા છે.
આ નમૂનાઓને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ બાદ સંચાલકો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાહકોને અસલી દૂધના નામે ભેળસેળયુક્ત દૂધ પીવડાવતા આ નેટવર્ક ઝડપાતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.
(ઈનપુટ ક્રેડિટ: મોહિત ભટ્ટ)
પુત્ર મોહ કે સામૂહિક આપઘાતનો ખેલ? બે માસૂમોના મોતના રહસ્ય પરથી FSL અને વિસેરાનો રિપોર્ટ ઉઠાવશે પડદો, ચાલો જાણીએ શું છે વિસેરા રિપોર્ટ…
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
