AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ, તિલક દૂર કરવા કર્યું દબાણ, જુઓ-Video

Breaking News: સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ, તિલક દૂર કરવા કર્યું દબાણ, જુઓ-Video

| Updated on: Apr 19, 2026 | 12:07 PM
Share

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા સ્ટોર પર આ યુવકે અગાઉ ઇન્ટરવ્યુ આપ્યો હતો. જે બાદ યુવકને 5 જાન્યુઆરીએ નવી મુંબઈ સ્થિત તાલીમ કેન્દ્રમાં બોલાવવામાં આવ્યો હતો. યુવકનો આક્ષેપ છે કે તાલીમ દરમિયાન તેને તિલક-ચાંદલો દૂર કરવા, તેમજ ‘ઓમ’નું ટેટુ ઢાંકવા અને વાળ કાપવા માટે કહેવામાં આવ્યું હતું.

Lenskart પર હિન્દુ વિરોધી નિયમ બનાવવાનો આરોપ લાગ્યો છે. તે બાદ આજે સુરત શહેરના એક યુવકે ઑપ્ટિકલ રિટેલ ક્ષેત્રની જાણીતી કંપની Lenskart સાથે સંકળાયેલી તેની સહાયક કંપની ડિલ્સ કાર્ટ સામે ગંભીર ધાર્મિક ભેદભાવના આક્ષેપ કર્યો છે. યુવકનો દાવો છે કે નવી મુંબઈમાં યોજાયેલી તાલીમ દરમિયાન તેને તથા અન્ય હિંદુ ઉમેદવારોને પોતાની ધાર્મિક ઓળખ છુપાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

સુરતના એક યુવકે પણ ધાર્મિક ભેદભાવના લગાવ્યા આરોપ

મળતી માહિતી અનુસાર, સુરતના વેસુ વિસ્તારમાં આવેલા સ્ટોર પર આ યુવકે અગાઉ ઇન્ટરવ્યુ આપ્યુ હતુ જે બાદ યુવકને 5 જાન્યુઆરીએ નવી મુંબઈ સ્થિત તાલીમ કેન્દ્રમાં બોલાવવામાં આવ્યો હતો. યુવકનો આક્ષેપ છે કે તાલીમ દરમિયાન તેને તિલક-ચાંદલો દૂર કરવા, તેમજ ‘ઓમ’નું ટેટુ ઢાંકવા અને વાળ કાપવા માટે કહેવામાં આવ્યું હતું. યુવકે વધુમાં જણાવ્યું કે આ નિયમો માત્ર હિંદુ ઉમેદવારો માટે લાગુ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ધર્મના ઉમેદવારોને તેમના ધાર્મિક પ્રતિકો ધારણ કરવાની છૂટ આપવામાં આવી હતી.

હિન્દુ ઓળખ છુપાવવા કરાયુ દબાણ

યુવકના જણાવ્યા મુજબ, તેણે કંપનીના આ નિર્દેશોનું પાલન કરવાનું ઇનકાર કરતા તેને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવક તાલીમ છોડીને સુરત પરત ફર્યો હતો. હાલ યુવકે કંપની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. હવે આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોના પગલે ચર્ચામાં આવ્યો છે, જેમાં યુવક પોતાના અનુભવ વિશે વાત કરતો જોવા મળે છે. ઘટનાને લઈને વિવિધ વર્ગોમાં ચર્ચા અને પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

કંપનીની હિન્દુ વિરોધી નિતી ચર્ચામાં

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં કંપની દ્વારા જાહેર કરાયેલી કાર્યકરો માટેના ડ્રેસ કોડને લઈને વિવાદ ઉભો થયો છે. હાલ કંપની તરફથી આ આક્ષેપો પર સત્તાવાર કોઈ પ્રતિસાદ સામે આવ્યો નથી. આ ઘટનાને લઈને ધાર્મિક સમાનતા અને કાર્યસ્થળ પરના અધિકારો અંગે ફરી એકવાર ચર્ચા તેજ બની છે.

હિન્દુ યુવાનની હત્યા બાદ ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે હાથ ધર્યુ કોમ્બિંગ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Apr 19, 2026 12:07 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">