AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિન્દુ યુવાનની હત્યા બાદ ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે હાથ ધર્યુ કોમ્બિંગ

હિન્દુ યુવાનની હત્યા બાદ ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે હાથ ધર્યુ કોમ્બિંગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2026 | 10:51 AM
Share

અમદાવાદ જિલ્લાના સંવેદનશીલ એવા ધંધુકા શહેરમાં, બાઈકની ઓવરટેક કરવા જેવા સાવ સામાન્ય મુદ્દાને લઈને માથકુટ કર્યા બાદ, એક હિન્દુ યુવાનને સમીર અને રિઝવાને રહેંસી નાખ્યો હોવાના અહેવાલ વહેતા થયા બાદ લોકટોળાએ આગચંપી કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે ધંધુકામાં ફેલાયેલા કોમી વૈમનસ્યને લઈને સમગ્ર જિલ્લાભરની પોલીસના ધાડે ધાડાને ધંધુકામાં ઉતારી દેવામાં આવ્યા હતા.

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં બાઈક ઓવરટેક કરવાના મુદ્દે એક હિન્દુ યુવાનની સમીર અને રિઝવાન નામના આરોપીએ માર મારીને કરેલ હત્યા બાદ, સમગ્ર શહેરમાં તંગદિલી ફેલાઈ છે. મૃતક યુવાનની ગઈકાલ શનિવારે મોડી રાત્રે સ્મશાન યાત્રા નીકળ્યા બાદ, સમગ્ર ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતીની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે, મોડી રાત્રે ધંધુકાના સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. જેમાં કેટલાક હથિયારો મળી આવ્યા હોવાના સમાચાર વહેતા થયા છે. પોલીસે ધંધુકામાં આવતા અને જતા વાહનોનું ચેકિંગ હાથ ધર્યું છે. હાઈવે પરથી પસાર થઈ રહેલા શંકાસ્પદ વાહનોને પણ અટકાવીને પુછપરછ કરવાની સાથે વાહનની તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડાએ આ ઘટના કડક હાથ ડામી દેવા માટે આદેશ આપ્યો છે.

અમદાવાદ જિલ્લાના સંવેદનશીલ એવા ધંધુકા શહેરમાં, બાઈકની ઓવરટેક કરવા જેવા સાવ સામાન્ય મુદ્દાને લઈને માથકુટ કર્યા બાદ, એક હિન્દુ યુવાનને સમીર અને રિઝવાને રહેંસી નાખ્યો હોવાના અહેવાલ વહેતા થયા બાદ લોકટોળાએ આગચંપી કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે ધંધુકામાં ફેલાયેલા કોમી વૈમનસ્યને લઈને સમગ્ર જિલ્લાભરની પોલીસના ધાડે ધાડાને ધંધુકામાં ઉતારી દેવામાં આવ્યા હતા. હાલ સમગ્ર ધંધુકામાં અજંપાભરી શાંતિ જળવાઈ રહી છે.

દરમિયાન ધંધુકા પોલીસે, હિન્દુ યુવાનની હત્યા અંગે સમીર અને રિઝવાન સામે કેસ નોધ્યો છે. જ્યારે આગજનીના બનાવો સંદર્ભે 25 લોકોની અટકાયત કરી છે. દરમિયાન મૃતકના પરિવારજનોએ દાખલો બેસે તેવા ન્યાયની માંગ કરી છે. સમગ્ર ધંધુકામાં અસામાજીક તત્વો સામે એક માત્ર ભરવાડ કોમ જ બોલી શકે તેમ હોઈ તેમને નીશાન બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ મૃતકના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. આજથી બે વર્ષ પહેલા ભરવાડ યુવાનની આ જ પ્રકારે હત્યા કરી હતી.

અમદાવાદના ધંધુકામાં બાઇક વિવાદે લીધો યુવાનનો જીવ, મુખ્ય આરોપીની ધરપકડ, શહેરમાં શાંતિ સ્થાપવા પોલીસ તેનાત

Published on: Apr 19, 2026 09:35 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">