Breaking News : અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની ખરીદીનો ભારે ધસારો, શુભ મુહૂર્ત અને સ્થિર ભાવ, જુઓ Video
અમદાવાદમાં અખાત્રીજના શુભ પર્વે સોના-ચાંદીની ખરીદીનો ભારે ધસારો જોવા મળ્યો છે. શહેરના જ્વેલર્સ શોરૂમ ગ્રાહકોથી ઊભરાયા છે. 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,57,000 અને 1 કિલો ચાંદીનો ભાવ ₹2,66,000 પર પહોંચ્યો છે. ભાવમાં સ્થિરતા આવતા અને આ પવિત્ર દિવસને કારણે લોકો મોટી સંખ્યામાં ખરીદી કરી રહ્યા છે.
અખાત્રીજના પાવન પર્વે અમદાવાદમાં સોના-ચાંદીની ખરીદીનો ભારે ધસારો જોવા મળ્યો છે. શહેરના વિવિધ જ્વેલર્સના શોરૂમ્સમાં વહેલી સવારથી જ ગ્રાહકોની ભીડ ઉમટી હતી. આ પવિત્ર દિવસે સોના-ચાંદીની ખરીદીને શુભ માનવામાં આવે છે, જેના કારણે લોકો આભૂષણો, સિક્કા અને લગડીઓ ખરીદવા માટે ઉત્સાહભેર પહોંચ્યા હતા.
આજે અખાત્રીજના દિવસે 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,57,000 પર પહોંચ્યો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ ₹2,66,000 નોંધાયો છે. છેલ્લા ઘણા દિવસોથી સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળતી હતી, પરંતુ હવે ભાવમાં સ્થિરતા આવતા ગ્રાહકોમાં ખરીદીનો ઉત્સાહ વધ્યો છે. ગ્રાહકો ભાવ વધઘટના કારણે અસમંજસમાં હતા, પરંતુ અખાત્રીજના શુભ મુહૂર્તને કારણે તેઓ ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં બહાર આવ્યા છે.
ગ્રાહકો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે અખાત્રીજે ખરીદેલી વસ્તુ અક્ષય રહે છે, એટલે કે તે હંમેશા ટકી રહે છે અને તેમાં વૃદ્ધિ થાય છે. મહિલાઓ ખાસ કરીને આ દિવસની રાહ જોતી હોય છે, કારણ કે આ દિવસે નવી વસ્તુ લેવાનો અને સોનાની ખરીદી કરવાનો શુભ અવસર મળે છે. એક ગ્રાહકે જણાવ્યું કે અખાત્રીજે લીધેલી વસ્તુને શુભ ગણી પાછી આપવામાં આવતી નથી, જેથી સોનું ભેગું થાય છે. અન્ય એક ગ્રાહકે પોતાની નાની બેબી માટે જીયાણાની ખરીદી કરવા સકન માટે આવ્યા હોવાનું જણાવ્યું. ઘરના કોઈપણ પ્રસંગે અખાત્રીજના દિવસે ખરીદી કરવી શુભ મનાય છે.
અમદાવાદના મોટાભાગના જ્વેલર્સ શોરૂમમાં સોના-ચાંદીના સિક્કા (કોઈન) અને 10 ગ્રામની લગડી (બાર)ની ખરીદીનું ચલણ વિશેષ જોવા મળી રહ્યું છે. લગ્નસરાની મોસમ પણ ચાલી રહી હોવાથી ઘણા લોકો આજે જ લગ્નની ખરીદીનો પ્રારંભ કરી રહ્યા છે. ભાવમાં સ્થિરતા અને અખાત્રીજની શુભતા, બંને પરિબળોએ મળીને બજારમાં ખરીદીનો માહોલ જીવંત બનાવ્યો છે.
પકોડી લારીઓ પર પર પ્રતિબંધ, શું તમે ખાઈ રહ્યા હતા ‘સ્લો ઝેર’? આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
Input credit : Mihir Soni
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ

