AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધંધુકા હિન્દુ યુવાનની હત્યા કેસઃ જિલ્લા પોલીસવડા મળ્યા મૃતકના પરિવારજનોને, સમગ્ર ઘટનાની તપાસ માટે SIT રચી દોષીતોને સજા કરાવવા આપી હૈયાધારણા

ધંધુકા હિન્દુ યુવાનની હત્યા કેસઃ જિલ્લા પોલીસવડા મળ્યા મૃતકના પરિવારજનોને, સમગ્ર ઘટનાની તપાસ માટે SIT રચી દોષીતોને સજા કરાવવા આપી હૈયાધારણા

Sachin Kolte
| Edited By: | Updated on: Apr 19, 2026 | 11:43 AM
Share

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં બે વર્ષ બાદ ફરીથી સાવ સામાન્ય કારણોસર હિન્દુ યુવાનની સરેઆમ કરાયેલ હત્યાના પડધા સમગ્ર પંથકમાં પડ્યા છે. સમીર અને રિઝવાન નામના આરોપીએ હત્યા કરી હોવાની વાત વાયુવેગે ફેલાઈ જતા, લોકોના ટોળાએ ધંધુકામાં તોડફોડ કરી હતી. આ અંગે ધંધુકા પોલીસ સબ ઈન્સ્પેકટર ખુદ ફરિયાદી બન્યા છે. બીજી બાજુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાબૂમાં લેવા માટે અમદાવાદ ઉપરાંત આજુબાજુના જિલ્લામાંથી પણ પોલીસનો કાફલો બંદોબસ્ત માટે બોલાવી લેવામાં આવ્યો છે.

લોખંડી પોલીસ બંદોબસ્ત

ધંધુકામાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. એસઆરપીની હથિયારબંધ ટુકડી પણ ડિપ્લોય કરાઈ. અમદાવાદ સહિત અન્ય જિલ્લાની પોલીસ પણ ધંધુકામાં તહેનાત. એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર પોલીસની ટીમ ડિપ્લોય કરવામાં આવી. SP ઓમ પ્રકાશ જાટ મૃતકના પરિવારને મળ્યા હતા. SIT નું ગઠન કરવામાં આવશે અને સમગ્ર મામલે જે પણ દોષી હશે એમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી હૈયાધારણ આપી. સોશિયલ મીડિયા પર અને તમામ શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. અમારી પોલીસ યુનિફોર્મમાં અને એ સિવાય સાદા ડ્રેસમાં પણ બંદોબસ્તમાં તહેનાત હોવાનું જણાવ્યું છે.

PSI બન્યા ફરિયાદી

અમદાવાદના ધંધુકામાં હિન્દુ યુવકની હત્યા મામલો તુલ પકડતો જાય છે. યુવકની હત્યા બાદ ટોળાએ ઠેર ઠેર કરી હતી તોડફોડ. ધંધુકા પોલીસ સ્ટેશનમાં ટોળા વિરુદ્ધ નોંધાયો ગુનો. 100 થી 125 લોકોના ટોળા વિરુદ્ધ નોંધાયો રાયોટીંગનો ગુનો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર હર્ષરાજસિંહ ઝાલા બન્યા ફરિયાદી. ધર્મેશ ગમારાની છરીના ઘા મારી હત્યા કરાયા બાદ ટોળું બન્યુ હતુ બેકાબુ. ટોળાએ લાકડા અને અન્ય ઘાતક હથિયારો સાથે દુકાનોમાં કરી હતી તોડફોડ. અલગ અલગ દુકાનો ગેરેજ હોટલ ખાણીપીણીની લારીઓ અને વાહનોમાં કરી હતી તોડફોડ. પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુ યુવાનની હત્યા બાદ ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે હાથ ધર્યુ કોમ્બિંગ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">