AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચૂંટણી ટાણે જનતા જાગી… પ્રચાર કરવા ગયેલા ભાજપના ઉમેદવારોને રહીશોએ ઘેર્યા, સ્થાનિકોએ નેતાઓની બોલતી બંધ કરી દીધી - જુઓ Video

ચૂંટણી ટાણે જનતા જાગી… પ્રચાર કરવા ગયેલા ભાજપના ઉમેદવારોને રહીશોએ ઘેર્યા, સ્થાનિકોએ નેતાઓની બોલતી બંધ કરી દીધી – જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2026 | 5:33 PM
Share

ભાવનગરમાં ચૂંટણી પ્રચાર માટે નીકળેલા ભાજપના ઉમેદવારોને સ્થાનિક જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. કુંભારવાડા વિસ્તારમાં રહીશોએ ઉમેદવારોને ઘેરીને છેલ્લા પાંચ વર્ષમાં કરેલા વિકાસ અંગે આકરા સવાલો પૂછ્યા હતા.

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં વડવા-બ વોર્ડ નંબર 3માં પ્રચાર માટે પહોંચેલા ભાજપના ઉમેદવારોને જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક રહીશોએ ઉમેદવારોને ઘેરીને સવાલોનો મારો ચલાવ્યો હતો અને પૂછ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં વિસ્તારમાં શું વિકાસ કર્યો છે?

વિસ્તારમાં બિસ્માર રોડ અને ચોમાસામાં પાણીના નિકાલ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવને કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. પરિસ્થિતિ વણસતી જોઈને ઉમેદવારો પોતાનો પ્રચાર અધવચ્ચે છોડીને ત્યાંથી નીકળી ગયા હતા. જણાવી દઈએ કે, આ પહેલા નવસારીના વોર્ડ નંબર-12માં પણ પ્રાથમિક સુવિધાઓના અભાવે રહીશોએ ‘No Vote’નું શસ્ત્ર ઉગામીને ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી. ત્યાં પણ પાણી, ગટર અને રસ્તાની સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોએ તંત્ર સામે હલ્લાબોલ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

ધ્યાન રાખવા જેવું એ છે કે, ચૂંટણી નજીક આવતા જ નેતાઓ મતોની અપીલ કરવા વિસ્તારોમાં જઈ રહ્યા છે પરંતુ જનતા હવે માત્ર વચનોથી સંતોષ માનવા તૈયાર નથી. લોકોનું કહેવું છે કે, ચૂંટણી સમયે વચનો આપતા નેતાઓ જીત્યા પછી મોઢું બતાવતા નથી. ભાવનગરની આ ઘટના બાદ હવે બીજા વિસ્તારોમાં પણ નેતાઓ માટે પ્રચાર કરવો પડકારજનક બની શકે છે.

Breaking News: આજે રાત્રે 8.30 વાગ્યે PM મોદી રાષ્ટ્રજોગ કરશે સંબોધન

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">