Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ મહિને બજારમાં સૌથી મોટો કડાકો આવશે ? શું સાચી પડશે આ ભવિષ્યવાણી

વિશ્વ પ્રસિદ્ધ અને બેસ્ટ સેલર પુસ્તક Rich Dad Poor Dad ના લેખકે બજાર વિશે એક મોટી ભવિષ્યવાણી કરી છે. અમેરિકન બિઝનેસમેન અને બેસ્ટ સેલર લેખક રોબર્ટ કિયોસાકીએ કહ્યું છે કે આ મહિને એટલે કે ફેબ્રુઆરીમાં આપણે શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટો ઘટાડો જોઈ શકીએ છીએ.

આ મહિને બજારમાં સૌથી મોટો કડાકો આવશે ? શું સાચી પડશે આ ભવિષ્યવાણી
stock market
Follow Us:
| Updated on: Feb 03, 2025 | 12:51 PM

જો તમે પણ શેરબજારમાંથી કમાણી કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ખરેખર, વિશ્વ પ્રસિદ્ધ અને બેસ્ટ સેલર પુસ્તક રિચ ડૅડ પુઅર ડેડના લેખકે બજારને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. અમેરિકન બિઝનેસમેન અને બેસ્ટ સેલર લેખક રોબર્ટ કિયોસાકીએ કહ્યું છે કે આ મહિને એટલે કે ફેબ્રુઆરીમાં આપણે શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટો ઘટાડો થશે, તેવી સંભાવના છે.

સૌથી મોટો ક્રેશ આવી શકે છે

રિચ ડેડ પુઅર ડેડના લેખક કિયોસાકીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X: રિચ ડેડ પ્રોફેસી પર લખ્યું – 2013માં મેં ચેતવણી આપી હતી કે ઈતિહાસનો સૌથી મોટો સ્ટોક માર્કેટ ક્રેશ આવી રહ્યો છે. આ ક્રેશ આ મહિને ફેબ્રુઆરીમાં થશે. વધુમાં તેણે લખ્યું કે આ સમય દરમિયાન સારા સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં દરેક વસ્તુ સસ્તામાં ઉપલબ્ધ થઇ શકે છે. કાર અને મકાન હવે સસ્તામાં મળે તેવી સંભાવના છે.

Mobile Rules : કયા સમયે મોબાઈલને ન અડવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Jioનો સ્પેશ્યિલ પ્લાન, માત્ર 100 રૂપિયામાં 3 મહિના TV પર ચાલશે JioHotstar
Holi Ash Remedies: હોલિકા દહનની રાખ સાથે કરો આ એક કામ, રાહુ-કેતુના સંકટ ટળી જશે
ખિસકોલીનું રોજ તમારા ઘરે આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં
IPLની એક મેચની કિંમત 119 કરોડ રૂપિયા
51 વર્ષની ઉંમરે પણ કેમ કુંવારી છે ગીતામા? હવે લગ્ન કરવાને લઈને કહી મોટી વાત

અહીં પૈસા બનાવી શકાય છે

અમેરિકન બિઝનેસમેને માહિતી આપી છે કે આ સમયગાળા દરમિયાન પૈસા ક્યાંથી કમાશે. તેણે કહ્યું કે આ સમય દરમિયાન તમારા પૈસા બિટકોઈનમાં બનાવી શકાય છે. કારણ કે શેર અને બોન્ડ માર્કેટમાંથી અબજો રૂપિયા ઉપાડી લેવામાં આવશે અને બિટકોઈનમાં રોકાણ કરવામાં આવશે. જ્યારે માર્કેટ ક્રેશ થશે, ત્યારે બિટકોઇન રાજા બનશે અને ઝડપથી વૃદ્ધિ પામશે.

તેમણે તેમના પુસ્તકમાં કહ્યું કે આવી સ્થિતિમાં લોકોએ નકલીમાંથી બહાર આવીને ક્રિપ્ટો, સોના અને ચાંદીમાં રોકાણ કરવું જોઈએ. એક સાતોશી (બિટકોઇન અથવા 0.00000001 બિટકોઇનનું સૌથી નાનું એકમ) પણ તમને સમૃદ્ધ બનાવી શકે છે, જ્યારે લાખો લોકો બધું ગુમાવશે.

આજે શેરબજારની શું સ્થિતિ છે?

આજે બજેટ બાદ શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ વધારવાની અમેરિકાની જાહેરાત બાદ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો અને એશિયન બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જેની અસર આજે ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">