પુલવામા આત્મઘાતી હુમલામાં CRPFના 38 જવાનો શહીદ થવાથી દેશવાસીઓમાં રોષની સાથે શોક પણ છે. ત્યારે ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે જમ્મૂ-કાશ્મીરના બડગામ પહોંચ્યાં હતાં. અહીં તેમણે ગૃહમંત્રીએ અવંતીપોરામાં CRPFના કાફલા પર થયેલા હુલમાના શહીદ જવાનોના દેહને કાંધ આપી હતી.
ગૃહમંત્રી રાજનાથ સિંહે પોતે ખભેથી જવાનોના કોફીન ઉચક્યા હતાં.આ તસ્વીરો ભાગ્યે જ જોવા મળી છે. કેન્દ્ર સરકાર આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરી ચુક્યું છે. જેને જોતાં આગામી સમયમાં દેશ મજબૂત પગલાં લઈ શકે છે.
Home Minister Rajnath Singh and J&K DGP Dilbagh Singh lend a shoulder to mortal remains of a CRPF soldier in Budgam. #PulwamaAttack #JammuAndKashmir
TV9 Gujarati यांनी वर पोस्ट केले शुक्रवार, १५ फेब्रुवारी, २०१९
રાજનાથ સિંહે હુમલા બાદ જ કહ્યું હતું કે, આ આતંકી હુમલામાં શામેલ લોકોને બક્ષવામાં નહીં આવે. શહીદોના બલીદાનનો બદલો લેવામાં આવશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઉચ્ચ કક્ષાની કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક બાદ એક સભામાં કહ્યું હતું કે, સુરક્ષાબળોને એક્સન લેવાની સંપૂર્ણ છૂટ આપી દેવામાં આવી છે.
[yop_poll id=1454]