Yadav Surname History : તેજસ્વી યાદવ અટકની અટકનો અર્થ અને ઈતિહાસ, જાણો
દુનિયાભરમાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ વ્યક્તિના નામ પાછળ તેના માતા અથવા પિતાના નામની સાથે એક ખાસ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખવામાં આવે છે. તો આજે યાદવ અટકનો અર્થ જાણીશું.

યાદવ અટક ભારતમાં જોવા મળતી અટક પૈકી એક છે. યાદવ શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે.આ સમુદાય યદુ વંશ સાથે સંકળાયેલો છે.

યાદવ પ્રાચીન વૈદિક કાળના રાજા યયાતિના સૌથી મોટા પુત્ર હતા. તેમના વંશજોને યાદવ કહેવામાં આવતા હતા. તેથી યાદવ અટકનો અર્થ થાય છે. યદુના વંશજો અથવા ભગવાન કૃષ્ણના વંશજો, કારણ કે શ્રી કૃષ્ણ પણ યદુવંશી હતા.

યાદવ પ્રાચીન ભારતના એ લોકો જે પૌરાણિક રાજા યદુના વંશજ છે. યાદવ વંશ મુખ્યત્વે આહીર, અંધક, વૃષ્ણિ તથા સત્વત નામક સમુદાયો થી મળીને બન્યો હતો. જે ભગવાન કૃષ્ણના ઉપાસક હતા.

આ લોકો પ્રાચીન ભારતીય સાહિત્યમાં યદુવંશના પ્રમુખ અંગોના રૂપમાં વર્ણિત છે. યાદવ પ્રાચીન વૈદિક કાળના રાજા યયાતિના સૌથી મોટા પુત્ર હતા.

તેમના વંશજોને યાદવ કહેવામાં આવતા હતા. તેથી યાદવ અટકનો અર્થ યદુના વંશજો અથવા ભગવાન કૃષ્ણના વંશજો થાય છે.

યાદવોએ મહાભારતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શ્રી કૃષ્ણે પાંડવોનું માર્ગદર્શન કર્યું હતું . યાદવોએ ભારતના વિવિધ પ્રદેશોમાં શાસન કર્યું હતું.

ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં યાદવો મોટી સંખ્યામાં જોવા મળે છે.

પરંપરાગત રીતે યાદવ લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા હતા. તેથી તેમને આહીર પણ કહેવામાં આવે છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
