રાતે સૂતી વખતે Phone ચાર્જમાં કેમ ના મુકવો જોઈએ? 99% લોકો નથી જાણતા કારણ
ઘણા લોકો દિવસભર મોબાઈલનો યુઝ કરે છે અને રાતે સૂતી વખતે ફોનને ચાર્જમાં લગાવીને સૂઈ જાય છે જેથી સવારે વહેલા જવાનું થાય તો ફોન સવારે ચાર્જ થયેલો મળે. પણ આમ ભૂલથી પણ ક્યારેય ના કરવું જોઈએ જાણો તેની પાછળનું કારણ.

સ્માર્ટફોન આપણા જીવનનો એટલો ભાગ બની ગયો છે કે આપણે તેના વિના આપણી જીવનશૈલીની કલ્પના પણ કરી શકતા નથી. પરંતુ એ પણ સાચું છે કે આપણે જે પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ, તેની યોગ્ય કાળજી પણ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો દિવસભર મોબાઈલનો યુઝ કરે છે અને રાતે સૂતી વખતે ફોનને ચાર્જમાં લગાવીને સૂઈ જાય છે જેથી સવારે વહેલા જવાનું થાય તો ફોન સવારે ચાર્જ થયેલો મળે. પણ આમ ભૂલથી પણ ક્યારેય ના કરવું જોઈએ જાણો તેની પાછળનું કારણ.

જો તમે તમારા ફોનને આખી રાત ચાર્જ પર રાખો છો તો આ સમાચાર તમારા માટે જ છે. તમને જણાવી દઈએ કે આધુનિક સેલફોન અથવા સ્માર્ટફોન મુખ્યત્વે રિચાર્જેબલ લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ કરે છે. આથી જો તમે રાતે સૂતી વખતે ફોન ચાર્જમાં મુકો છો તો તો તેની બેટરી ખરાબ થઈ શકે છે અને ફોનના પ્રદર્શન પર નકારાત્મક અસર પડે છે.

આ સાથે, જો તમે 100% ચાર્જ થયા પછી કલાકો સુધી તેને ચાર્જર સાથે જોડાયેલ રાખો છો, તો તમારા ફોનની બેટરી ક્ષમતા ધીમે ધીમે ઘટવા લાગશે.

આ સિવાય જો ફોન આખુ રાત ચાર્જિંગમાં રહે તો ફોન ગરમ થાય છે અને ફોન ફાટવાનો કે આગ લાગવાનો ભય રહે છે. આ ઉપરાંત, તે ફોનના પ્રદર્શન પર પણ અસર કરે છે.

જ્યારે પણ મોબાઇલ ફોન સેલ ટાવર અથવા અન્ય કોઈપણ ઉપકરણ સાથે સંપર્ક કરે છે, ત્યારે રેડિયોફ્રીક્વન્સી (RF) રેડિયેશન સહિત ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન મોબાઇલમાંથી ઉત્સર્જિત થાય છે. આવી સ્થિતિમાં, લાંબા સમય સુધી આ રેડિયેશનના સંપર્કમાં રહેવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.

જ્યારે મોબાઈલને આખી રાત ચાર્જ પર રાખવામાં આવે છે, ત્યારે તેનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે મોબાઈલને જરૂર કરતાં 4 ગણો વધુ બુસ્ટ મળી રહ્યો છે. સલામતીની દૃષ્ટિએ આવું કરવું યોગ્ય નથી. જો તમે મોબાઈલ બેટરીનું જીવન વધારવા માંગતા હો, તો ફોનની બેટરી 20 થી 80% ની વચ્ચે રાખવાનો પ્રયાસ કરો અને ઓવરચાર્જિંગ ટાળો.
કેમ 100% ચાર્જ ના કરવો જોઈએ મોબાઈલ ફોન? 90% લોકો નથી જાણતા કારણ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
