ભૂકંપ અને સુનામી પહેલાં પ્રાણીઓ શા માટે બેચેન થાય છે? તે કેવા સંકેત આપે તો સમજી જવું જોઈએ
ભૂકંપ કે સુનામી જેવી કુદરતી આફતો પહેલાં કૂતરા, હાથી, પક્ષીઓ કે અન્ય પ્રાણીઓ શા માટે અચાનક બેચેન થઈ જાય છે? શું પ્રાણીઓ ખરેખર મનુષ્યો પહેલાં આપત્તિને અનુભવી શકે છે? ચાલો જાણીએ.

હાથીઓ: 2004માં ઇન્ડોનેશિયામાં આવેલી ભયાનક સુનામી પહેલાં, આંદામાન ટાપુઓમાં રહેલા હાથીઓએ માણસો કરતાં પણ વહેલો ભયનો અહેસાસ થયો હતો. તેઓ અચાનક અવાજ કરવા લાગ્યા હતા. આ વર્તન સૂચવે છે કે તેઓ આવનારા ભયને સમજી ગયા હતા.

કૂતરાઓ: ભૂકંપ આવતા પહેલાં, કૂતરાઓમાં પણ બદલાવ જોવા મળે છે. તેઓ ભસવા લાગે છે. બેચેનીથી અહીં-તહીં દોડવા માંડે છે. તેમનું આ વર્તન જમીનની અંદર થઈ રહેલા સૂક્ષ્મ કંપનો પ્રત્યેની તેમની સંવેદનશીલતા દર્શાવે છે.

સાપ: સામાન્ય રીતે સાપ ઠંડા હવામાનમાં કે ઠંડી જગ્યાએ રહેવાનું પસંદ કરે છે. પરંતુ, ભૂકંપ પહેલાં, ઘણા કિસ્સાઓમાં સાપ ઠંડા વાતાવરણમાં પણ પોતાના દર કે રાફડા માંથી બહાર આવીને ભાગતા જોવા મળ્યા છે. આ સૂચવે છે કે જમીનની અંદરના તાપમાન, કંપન કે વાતાવરણમાં થતા ફેરફારો તેમને ખતરાનો અહેસાસ પહેલા થાય છે.

કીડીઓ: ભૂકંપ પહેલાં, કીડીઓ અચાનક તેમના દરથી મોટી સંખ્યામાં બહાર આવીને ખૂબ ઝડપથી દોડવા લાગે છે.

પક્ષીઓ: કુદરતી આફતો પહેલાં પક્ષીઓ પણ ખબર પડી જાય છે. તેઓ ટોળામાં ઉડવા લાગે છે, જાણે કોઈ અદ્રશ્ય ભયથી ભાગી રહ્યા હોય તેમ ઉડવા લાગે છે.

માછલીઓ: માછલીઓ પણ સુનામી કે દરિયાઈ ભૂકંપ પહેલાં અસામાન્ય રીતે વર્તે છે. જેમ કે પાણીમાંથી વારંવાર કૂદકા મારવા લાગે છે, જે દરિયાના તળિયે થતી હિલચાલ કે પાણીના પ્રવાહમાં થતા ફેરફારો પ્રત્યેની તેમની સંવેદનશીલતા દર્શાવે છે.(all photos credit: social media and google)
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.
