સફેદ રંગના જ કેમ હોય છે સ્માર્ટફોનના ચાર્જર? 99% લોકો નથી જાણતા કારણ
બજારમાં બહુ ઓછી બ્રાન્ડ કાળા અથવા અન્ય કોઈ રંગના ચાર્જર લોન્ચ કરે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચાર્જરનો રંગ મોટાભાગે સફેદ કેમ હોય છે? આ પાછળનું કારણ ખૂબ જ રસપ્રદ છે અને 99% લોકો તેની પાછળનું વાસ્તવિક રહસ્ય જાણતા નથી.

આજે, સ્માર્ટફોન ચાર્જર દરેકના જીવનમાં એક આવશ્યક ગેજેટ બની ગયું છે. તમે જોયું હશે કે લગભગ બધી કંપનીઓના ચાર્જર મોટાભાગે સફેદ રંગમાં આવે છે. બજારમાં બહુ ઓછી બ્રાન્ડ કાળા અથવા અન્ય કોઈ રંગના ચાર્જર લોન્ચ કરે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચાર્જરનો રંગ મોટાભાગે સફેદ કેમ હોય છે? આ પાછળનું કારણ ખૂબ જ રસપ્રદ છે અને 99% લોકો તેની પાછળનું વાસ્તવિક રહસ્ય જાણતા નથી.

સફેદ રંગ કેમ પસંદ કરવામાં આવે છે?: સ્માર્ટફોન કંપનીઓ સફેદ રંગમાં ચાર્જર બનાવવા પાછળ ઘણા કારણો આપે છે. એવું માનવામાં આવે છે કે સફેદ રંગ સ્વચ્છ અને પ્રીમિયમ દેખાવ આપે છે. સફેદ રંગ દૂરથી નવો અને ચમકતો દેખાય છે, જે યુઝર્સ પર સારી છાપ બનાવે છે. આ જ કારણ છે કે એપલ જેવી કંપનીઓ હંમેશા તેમના ચાર્જર અને કેબલ સફેદ રાખે છે.

ચાર્જરમાં ગરમી ઓછી ઉત્પન્ન થાય: ચાર્જ દરમિયાન ચાર્જરમાં ગરમી ઉત્પન્ન થાય છે. ઘેરા કે કાળા રંગના ચાર્જર ગરમી ઝડપથી પકડી લે છે અને વધારે ગરમ થતા બ્લાસ્ટ પણ થઈ શકે છે, જ્યારે સફેદ ચાર્જરમાં ગરમી ઓછી ઉત્પન્ન થાય છે અને તે ઠડું પણ ઝડપી પડી જાય છે. આ જ કારણ છે કે સફેદ રંગ ચાર્જરને પ્રમાણમાં ઠંડુ રાખવામાં મદદ કરે છે

ઉત્પાદનમાં સરળતા અને ખર્ચ: કંપનીઓ માટે સફેદ રંગનું પ્લાસ્ટિક બનાવવું સરળ અને સસ્તું છે. ચાર્જર બનાવવામાં વપરાતું પ્લાસ્ટિક સરળતાથી સફેદ રંગમાં મોલ્ડ થાય છે અને તેને વધારાના રંગની જરૂર હોતી નથી. આ જ કારણ છે કે સફેદ ચાર્જરનું મોટા પાયે ઉત્પાદન સરળ અને આર્થિક બને છે.

બ્રાન્ડિંગ અને માર્કેટિંગ ગેમ: સફેદ રંગને શાંતિ, સરળતા અને વિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે. આ એક કારણ પણ માનવામાં આવે છે કે કંપનીઓ તેને તેમના બ્રાન્ડિંગનો ભાગ બનાવે છે. ખાસ કરીને એપલે સફેદ ચાર્જર અને કેબલને એક બ્રાન્ડિંગ ઈમેજ બનાવી છે. પાછળથી અન્ય કંપનીઓએ પણ આ વલણ અપનાવ્યું જેથી તેમનું ઉત્પાદન વધુ આકર્ષક અને વિશ્વસનીય દેખાય છે.

બર્ન માર્ક દેખાઈ આવે છે: આ ઉપરાંત, સફેદ રંગ પર થોડી ગંદકી, સ્ક્રેચ અથવા બર્ન માર્ક પણ તરત જ દેખાય છે. આનાથી યુઝર્સને ખબર પડે છે કે ચાર્જર ખરાબ થઈ રહ્યું છે અથવા તેમાં કોઈ સમસ્યા હોઈ શકે છે. એક રીતે, તે સલામતીની નિશાની પણ છે. જ્યારે, કાળા અથવા ઘેરા રંગના ચાર્જરમાં ગંદકી સરળતાથી છુપાઈ જાય છે અને લોકો સમયસર જોખમ સમજી શકતા નથી.

તો શું કાળા ચાર્જર ખરાબ છે?: કાળા કે અન્ય કોઈ રંગના ચાર્જર ખરાબ હોય તે જરૂરી નથી. ઘણી બ્રાન્ડ્સ હવે વિવિધ રંગોમાં ચાર્જર લોન્ચ કરી રહી છે જેથી યુઝર્સને પ્રીમિયમ લુક મળી શકે. પરંતુ મોટાભાગની કંપનીઓ હજુ પણ સફેદ રંગ પસંદ કરે છે
ઘરે બેઠા મોબાઈલથી PFના પૈસા કેવી રીતે ઉપાડવા? બેન્કમાં જવાની નહીં પડે જરુર, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
