18 જાન્યુઆરીના મહત્વના સમાચાર : ગુજરાત આવતા જ બોલ્યા અરવિંદ કેજરીવાલ, ગુજરાતમાં ભય અને ભ્રષ્ટાચાર, કોઈ અવાજ નથી ઉઠાવી શકતું, અવાજ દબાવવામાં ભાજપ અગ્રેસર
Gujarat Live Updates આજ 18 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
અમદાવાદ શહેરમાં વહેલી સવારે છવાયું ધુમ્મસ, વિઝિબિલિટી ઘટી
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં આજે રવિવારના રોજ વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી હતી. શહેરમાં સર્જાયેલા ગાઢ ધુમ્મસને પગલે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. વિઝિબિલિટી ઓછી હોવાના કારણે, વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી.કાર સહીતના વાહન ચાલકો, વાહનની હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવતા નજરે પડતા હતા.
-
ગુજરાત આવતા જ બોલ્યા અરવિંદ કેજરીવાલ, ગુજરાતમાં ભય અને ભ્રષ્ટાચાર, કોઈ અવાજ નથી ઉઠાવી શકતું, અવાજ દબાવવામાં ભાજપ અગ્રેસર
આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. તેઓ ગુજરાત આવતા જ, બોલ્યા કે, ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન છે. ગુજરાતમાં ભય છે. ભ્રષ્ટાચાર છે. કોઈ અવાજ નથી ઉઠાવી શકતા. અવાજ દબાવવામાં ભાજપ અગ્રેસર છે.
-
આજે 18 જાન્યુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Jan 18,2026 7:16 AM