White Passport India : ભારતમાં સફેદ પાસપોર્ટ કોને મળે છે? તમે નહીં જાણતા હોવ
ભારતમાં વિવિધ રંગોના પાસપોર્ટ જારી કરવામાં આવે છે, જેમાં સફેદ પાસપોર્ટ કોને આપવામાં આવે છે તેને લઈ અનેક લોકોના મનમાં સવાલો ઊભા થયા છે.

ભારતમાં બ્લૂ, સફેદ, ઓરેન્જ અને મરૂન રંગના પાસપોર્ટ જાહેર કરવામાં આવે છે. મરૂન પાસપોર્ટને ડિપ્લોમેટિક પાસપોર્ટ પણ કહેવામાં આવે છે.

બ્લૂ પાસપોર્ટ સામાન્ય નાગરિકો માટે જારી કરવામાં આવે છે. બીજી બાજુ, ઓરેન્જ કલરનો પાસપોર્ટ એવા ભારતીય નાગરિકો માટે જારી કરવામાં આવે છે જેમણે ધોરણ 10 પછી અભ્યાસ કર્યો નથી.

સફેદ પાસપોર્ટ પાસપોર્ટ ભારતના ઉચ્ચ સરકારી અધિકારીઓને આપવામાં આવે છે. આ IAS અને IPS અધિકારીઓને આપવામાં આવે છે.

સફેદ પાસપોર્ટ મેળવવા માટેની અરજી પ્રક્રિયા સામાન્ય પાસપોર્ટ કરતા અલગ છે. આ ઉપરાંત, સફેદ પાસપોર્ટ ધારકોને પણ ઘણા વિશેષ વિશેષાધિકારો મળે છે.

IAS અને IPS અધિકારીઓ સહિત ભારતીય સરકારી અધિકારીઓ સફેદ પાસપોર્ટ માટે પાત્ર છે.

મરૂન પાસપોર્ટ ભારતીય વિદેશ સેવા અધિકારીઓ (IFS), વિદેશ મંત્રાલયના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને તેમના આશ્રિતો જેમ કે જીવનસાથી, બાળકો, માતાપિતાને જારી કરવામાં આવે છે.
Fake Rice: શું તમે પણ નકલી ચોખા ખાઈ રહ્યા છો? આ સરળ પદ્ધતિઓથી ભેળસેળ ઓળખો, જુઓ Video
