AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ કકળાટ, કોંગ્રેસના 47 પદાધિકારીઓ રાજીનામું આપ્યું

Breaking News : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ કકળાટ, કોંગ્રેસના 47 પદાધિકારીઓ રાજીનામું આપ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2026 | 12:55 PM
Share

નવસારી શહેર અને જિલ્લા કોંગ્રેસના 47 પદાધિકારીઓએ પક્ષમાંથી સામૂહિક રાજીનામાં આપ્યા છે,ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાને તમામ રાજીનામાં ઇમેલ દ્વારા મોકલવામાં આવ્યા હતા.

નવસારીમાંસ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ ભડકો થયો છે.નવસારી શહેર અને જિલ્લા કોંગ્રેસના 47 પદાધિકારીઓએ પક્ષમાંથી સામૂહિક રાજીનામાં આપ્યા છે,શહેર પ્રમુખની ​નિમણૂક અંગે વિરોધ દર્શાવ્યો હતો. 25 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલી નવસારી મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના પ્રમુખની નિમણૂકને લઈને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.રાજીનામું આપનારા નેતાઓનોના નવા શહેર પ્રમુખ પર ગંભીર આક્ષેપ મુકવામાં આવ્યા હતા.

નિર્ણય પક્ષ માટે નુકસાનકારક હોવાનો આક્ષેપ

 

 

દીપકભાઈએ ભૂતકાળમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી છે અને ચૂંટણીમાં પક્ષને હરાવવા માટે કાવા દાવા હોવાના આક્ષેપ થયા છે.રાહુલ ગાંધી જ્યારે ‘સ્લીપર સેલ’ને દૂર કરવાની વાત કરે છે, ત્યારે પક્ષમાં પક્ષવિરોધી કામ કરનારાઓને પદ આપવાનો આ નિર્ણય પક્ષ માટે નુકસાનકારક હોવાનો પણ આક્ષેપ છે.

રાજીનામું આપનારાઓમાં માજી પ્રદેશ મંત્રી અને માજી નવસારી શહેર પ્રમુખ ધર્મરાજ એચ. માળી, નવસારી શહેર સમિતિના મહામંત્રી નેહલભાઈ પટેલ, પૂર્વ વોર્ડ પ્રમુખ નિહાર એસ. મહેતા, અને યુથ કોંગ્રેસના પદાધિકારીઓનો સમાવેશ થાય છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાને તમામ રાજીનામાં ઇમેલ દ્વારા મોકલવામાં આવ્યા હતા. (વીથ ઈનપુટ નીલેશ ગામીત)

 

નવસારીના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">