Breaking News : પાંચ મહિનામાં બીજીવાર ગુજરાતમાં માવઠું, અનેક ખેતરોમાં પાકનો સોંથ વળી ગયો, જુઓ Video
ગુજરાતમાં 19મી માર્ચના રોજ 121થી વધુ તાલુકામાં વરસેલા કમોસમી વરસાદને પગલે, અનેક તાલુકામાં ખેડૂતોને વિવિધ પાકને નુકસાન થયુ છે. ગયા વર્ષે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં કમોસમી વરસાદે ખેડૂતોના ખેતરમાં રહેલ પાકનો સોંથ વળી ગયો હતો.
ગુજરાતમાં 19મી માર્ચના રોજ 121થી વધુ તાલુકામાં વરસેલા કમોસમી વરસાદને પગલે, અનેક તાલુકામાં ખેડૂતોને વિવિધ પાકને નુકસાન થયુ છે. ગયા વર્ષે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં કમોસમી વરસાદે ખેડૂતોના ખેતરમાં રહેલ પાકનો સોંથ વળી ગયો હતો. ત્યારે ગઈકાલે પણ કમોસમી વરસાદને કારણે અનેક ખેડૂતોને પારાવાર નુકસાન થવા પામ્યું છે.
હવામાન વિભાગે જાહેર કરેલ આગાહી અનુસાર, ગુજરાતના કેટલાય જિલ્લા અને તાલુકામાં એકાએક તોફાની પવનની સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે અનેક ખેડૂતોને નુકસાન થયું છે. વર્ષ 2025ના ઓક્ટોમ્બર-નવેમ્બર મહિનામાં આવેલા માવઠામાં ખેડૂતોને કરોડોનું નુકસાન પહોંચ્યું હતું. જ્યારે હવે બે દિવસથી વરસેલા ખેડૂતો માટેના બરબાદીના માવઠાના કારણે ખેતરે ખેતરે નુકસાન થયું છે. ડુંગળીથી લઈને મગફળી, લસણ, ઘઉં, કેરી સહિતના પાકને તેમજ અગરિયાઓને મીઠું પકવવામાં ભારે નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જુઓ આ અહેવાલ
Breaking News : કમોસમી વરસાદ અને ભારે પવનની સૌથી વધુ અસર બાગાયતી પાકો પર જોવા મળી, જુઓ વીડિયો
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
