AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ખેડૂતની કમાણી પર ફરી વળ્યું પાણી ! ડુંગળીનો પાક બગડતાં ખેડૂતો દેવામાં ડૂબ્યા, જુઓ Video

અમરેલી જિલ્લામાં ભારે પવન અને કમોસમી વરસાદે ખેડૂતોને કફોડી હાલતમાં મૂકી દીધા છે. ખાંભા, બગસરા, ધારી, ચલાલા સહિતના વિસ્તારોમાં , તલ, ચણા, બાજરી જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતો દર વર્ષે આવા માવઠાનો ભોગ બને છે, જેથી તેઓ સરકાર પાસે તાત્કાલિક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે.

Breaking News : ખેડૂતની કમાણી પર ફરી વળ્યું પાણી ! ડુંગળીનો પાક બગડતાં ખેડૂતો દેવામાં ડૂબ્યા, જુઓ Video
onion farmers face massive loss after unseasonal rain
| Updated on: Mar 20, 2026 | 11:43 AM
Share

ગુજરાતના અમરેલી જિલ્લામાં તાજેતરમાં આવેલા ભારે પવન અને તોફાની કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે. આ માવઠાને કારણે જિલ્લાના ખાંભા, બગસરા, ધારી, ચલાલા અને અમરેલી જેવા મુખ્ય વિસ્તારોમાં ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે.

ડુંગળી, તલ, ચણા અને બાજરી સહિતના અનેક પાકો વરસાદી પાણીમાં પલળી ગયા છે અને તેનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. ખેડૂતો છેલ્લા ઘણા સમયથી દર વર્ષે આવા કમોસમી વરસાદનો માર વેઠી રહ્યા છે, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ કથળી રહી છે.

વરસાદ અને ભારે પવનના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને, અમરેલી જિલ્લાના ખાંભા વિસ્તારમાં એક ખેડૂતના સાતથી આઠ વીઘામાં વાવેલી ડુંગળીનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. આ ઉપરાંત, તલ, બાજરી અને કેરી જેવા પાકોને પણ મોટા પાયે નુકસાન થયું છે. સ્થાનિક ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમને નવ વીઘામાં ડુંગળી અને બે-ત્રણ વીઘામાં બાજરીનું વાવેતર કર્યું હતું.

બાજરીનો પાક પાકી ગયો હતો અને કાપણીની તૈયારી હતી, તેવામાં વરસાદ આવી ગયો. જ્યારે ડુંગળીનો પાક ખેંચાઈને ખેતરમાં જ પડ્યો હતો અને તે સંપૂર્ણપણે પલળી ગયો. ખેડૂતોના કહેવા મુજબ, એટલો બધો વરસાદ થયો છે કે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને ખેંચેલો માલ સંપૂર્ણપણે બગડી ગયો છે. હવે તેમાંથી કંઈ બચાવવાની શક્યતા રહી નથી.

ખેડૂતોએ સરકાર પાસે મદદની આશા વ્યક્ત કરી છે, જોકે તેમના અવાજમાં હતાશા પણ દેખાય છે. તેમને શંકા છે કે સરકાર તેમને યોગ્ય વળતર આપશે કે કેમ. એક ખેડૂતે કહ્યું, “સરકાર તો શું આપશે. નુકસાની તો ખેડૂને ભોગવવાની જ રહે છે.” ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોની મુશ્કેલીઓ વધી છે. આ પરિસ્થિતિએ ખેડૂતોમાં ભારે નારાજગી અને દુઃખનો માહોલ સર્જ્યો છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરી તેમને આર્થિક સહાય પૂરી પાડે જેથી તેઓ આ સંકટમાંથી બહાર આવી શકે.

માવઠાનો માર, અમરેલીના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી! આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
g clip-path="url(#clip0_868_265)">