Independence Day : ભારતના કયા જિલ્લામાં ‘સ્વતંત્રતા દિવસ’ 18 ઓગસ્ટે મનાવવામાં આવે છે ? કારણ જાણીને હેરાન ન થતાં
દર વર્ષે 15 ઓગસ્ટના રોજ દેશભરમાં સ્વતંત્રતા દિવસ ઉત્સાહ અને ગર્વથી ઉજવવામાં આવે છે. આ વખતે દેશ 79મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. જો કે, ભારતમાં એક જિલ્લો એવો છે કે, જ્યાં સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટે નહીં પરંતુ 18 ઓગસ્ટે ઉજવવામાં આવે છે.

ભારતને 15 ઓગસ્ટ 1947 ના રોજ અંગ્રેજોથી આઝાદી મળી પરંતુ આ સ્વતંત્રતા સમગ્ર ભારત માટે એકસરખી નહોતી. આવું એટલા માટે કેમ કે, ભારતમાં એક જિલ્લો એવો છે કે જ્યાં સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટે નહીં પરંતુ તેના બે દિવસ પછી એટલે કે 18 ઓગસ્ટે ઉજવવામાં આવે છે.

જણાવી દઈએ કે, આ જિલ્લો શરૂઆતમાં ભારત સાથે જોડાયેલ નહોતો. નવાઈની વાત એ છે કે, આ જિલ્લાના બે વિસ્તારને પૂર્વ પાકિસ્તાનના ભાગ છે તેવું જાહેર કરવામાં આવેલ હતું.

વાત એમ છે કે, પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારો ભારતનો ભાગ નહોતા. આમાં માલદા અને નાદિયાનો સમાવેશ થતો હતો. તે સમયે આ વિસ્તારોને પૂર્વ પાકિસ્તાનનો ભાગ જાહેર કરવામાં આવ્યા હતા, જેના કારણે 15 ઓગસ્ટે અહીં સ્વતંત્રતાની ઉજવણી કરવામાં આવી નહોતી.

આ વિસ્તારોને ભારતમાં સંપૂર્ણપણે સમાવવામાં ત્રણ દિવસ લાગ્યા, ત્યારબાદ માઉન્ટબેટને 18 ઓગસ્ટે ભાગલાના નકશામાં સુધારો કર્યો. ત્યારથી અહીંના લોકો 18 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવે છે. ભારતને 15 ઓગસ્ટ 1947 ના રોજ આઝાદી મળી, ત્યારે ઉજવણીને બદલે અહીં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. અહીંના લોકો પાકિસ્તાનમાં જોડાવાથી હેરાન થયા હતા.

હવે આ પરિસ્થિતિને સુધારવા માટે પંડિત શ્યામા પ્રસાદ મુખર્જી જે તે સમયે એક અગ્રણી નેતા હતા અને નાદિયાના રાજવી પરિવાર જેવા પ્રભાવશાળી લોકોએ બ્રિટિશ વહીવટ પર દબાણ કર્યું. તેમની માંગ હતી કે, આ વિસ્તારોને ભારતમાં સમાવવામાં આવે.

આ મુદ્દો તત્કાલીન વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન સુધી પહોંચ્યો અને તેમણે ભાગલાના નકશામાં સુધારો કરવાનો આદેશ આપ્યો. 17 ઓગસ્ટ 1947 ની રાત્રે, આ સુધારો કરવામાં આવ્યો અને આ વિસ્તારોને સત્તાવાર રીતે ભારતમાં જોડવામાં આવ્યા. આ કારણોસર જ 18 ઓગસ્ટને નાદિયા અને માલદામાં સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
