Bank Rules : ખાતાધારક પછી જો નોમિનીનું પણ અવસાન થયું તો ? કોને મળશે પૈસા ? જાણો બેંકના નિયમો શું કહે છે
જો ખાતાધારક અને તેના નોમિનીનું અચાનક મૃત્યુ થાય છે, તો પૈસા કોને મળશે? આ પ્રશ્ન ઘણી વખત મનમાં આવે છે પરંતુ આનો જવાબ બહુ ઓછા લોકો જાણે છે. એવામાં ચાલો સમજીએ કે, આ કિસ્સામાં પૈસા કોને મળશે...

જો ખાતાધારકનું મૃત્યુ થાય તો બેંકમાં રહેલા પૈસા ખાતાધારકના નોમિનીને મળે છે. જો કે, હવે આમાં નોમિનીનું જ મૃત્યુ થઈ જાય તો બેંકમાં રહેલા પૈસા કોને મળશે? જણાવી દઈએ કે, આ પ્રશ્નનો જવાબ મોટાભાગના લોકોને ખબર જ નથી. તો ચાલો જાણીએ કે, આ કિસ્સામાં પૈસા કોને મળશે...

જ્યારે કોઈ ખાતાધારક બેંક ખાતું ખોલે છે, ત્યારે ઘણીવાર નોમિનીની પસંદગી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, A વ્યક્તિ ખાતાધારક છે અને B વ્યક્તિ નોમિની છે. હવે જો A વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના બેંક એકાઉન્ટમાં રહેલા પૈસા નોમિનીને એટલે કે, B વ્યક્તિને મળે છે.

હવે જો ખાતાધારકની સાથે સાથે નોમિનીનું મૃત્યુ થઈ જાય અથવા તો ખાતાધારક બાદ જો નોમિનીનું મૃત્યુ થઈ જાય છે તો બેંકમાં રહેલા પૈસા કોને મળશે? આખરે આ પૈસા ક્યાં જશે?

જણાવી દઈએ કે, આવી સ્થિતિમાં બેંકમાં રહેલા પૈસા કાનૂની વારસદારોને મળશે. કાનૂની વારસદારો એવા લોકો છે કે, જે ખાતાધારકના પરિવાર સાથે જોડાયેલ હોય. ટૂંકમાં કહીએ તો, પતિ/પત્ની, બાળકો, માતા-પિતા અથવા ભાઈ-બહેન.

આવી સ્થિતિમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, પૈસા ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે તેઓ બેંકને સાચા દસ્તાવેજો બતાવશે. સૌ પ્રથમ, બેંકને ખાતાધારક અને નોમિનીના મૃત્યુ વિશે જાણ કરવી પડશે. આ પછી, ડેથ સર્ટિફિકેટ અને વારસદારે પોતાની ઓળખ સાબિત કરતા દસ્તાવેજો (જેમ કે આધાર અથવા પાન કાર્ડ) સબમિટ કરવા પડશે.

જો બધું બરાબર ચાલે તો બેંક વારસદારો પાસેથી લેટર ઓફ ડિસ્ક્લેમર અથવા લીગલ હાયર સર્ટિફિકેટ માંગી શકે છે. જો રૂપિયાની રકમ મોટી હોય અથવા ઘણા લોકો દાવો કરી રહ્યા હોય, તો કોર્ટમાંથી સક્સેશન સર્ટિફિકેટ મેળવવું પડી શકે છે.

બેંક આ દસ્તાવેજોની તપાસ કરશે અને પછી વારસદારોમાં પૈસાનું વિતરણ કરશે. આ વિભાજન ભારતીય ઉત્તરાધિકાર કાયદા (જેમ કે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956) અનુસાર કરવામાં આવશે.

ખાતાધારકે જો વસિયતનામું બનાવ્યું હોય તો તેના મુજબ પૈસા વહેંચવામાં આવશે. જો વસિયતનામું નથી તો કાયદા અનુસાર પરિવારના સભ્યોમાં પૈસા વહેંચવામાં આવશે.

ઉદાહરણ તરીકે, પતિ/પત્ની અને બાળકોને સમાન હિસ્સો મળી શકે છે. આ સિવાય જો કોઈ વારસદાર ન હોય અથવા તો તે સામે ન આવતો હોય તો લાંબા સમય પછી પૈસા સરકાર પાસે જાય છે પરંતુ આવું ભાગ્યે જ બને છે.
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
